જામનગર ગેઝેટીયરના પ્રમાણે રબારીઓ મૂળ રાજપૂત હતા. પણ એમાંનો એક પુરૂષ રાજપૂત કન્યા સાથે ન પરણતાં બીજી જ્ઞાતિની કન્યા સાથે પરણ્યો તેથી તેના વંશજો હવે રાજપૂત કન્યાને પરણી શકતા નથી. એટલે તેઓ રાહબારી (રૂઢિ રિવાજ અનુસાર ન ચાલનાર/રસ્તો ચાતરનાર) કહેવાયા. |
'ધી હિસ્ટ્રી ઓફ કાઢિયાવાડ' માં કેપ્ટન વીલબેર ફોર્સ નોંધે છે કે, રબારીઓ ઉત્તર ભાગમાં હસ્તિનાપુરથી દિલ્હી આવીને વસ્યા. ત્યાંથી તેઓ બરડાનાં ડુંગરમાં ગયા. ત્યાં તેઓ બર્બરથી ઓળખાયા. આ લોકોના આગમન પછી જ આ ડુંગરાળ પ્રદેશને, બરડા નુ નામ મળ્યુ હોય એમ માનવા પ્રેરે છે. |
ઇતિહાસવિંદ પુષ્કર ચંદરવાકરની નોંધ પ્રમાણે 'આ જાતિઓ એ ગોકુળ-મથુરામાંથી મારવાડમાં સ્થળાંતર કર્યુ અને મારવાડમાંથી ગુજરાતમાં આવ્યા હતા.' |
રત્ન મણિરામ જોટે તેમના 'ખંભાતનો ઈતિહાસ' માં લખે છેકે કાઠિયાવાડમાં વસતા આહીર,રબારી અને કાઠી લોકો નાગ જાતિ માંથી ઉતરી આવ્યા છે. |
સને ૧૯૦૧માં લખાયેલા 'બોમ્બે ગેઝેટિયર' માં લખ્યુ છેકે રબારીઓનું ખડતલપણું જોતા કદાચ તેઓ "પર્શિયન" વંશના પણ હોય શકે અને કદાચ પર્શિયાથી ભારતમાં આવ્યા હોય કારણ કે રબારીઓમાં એક 'આગ' નામની શાખ છે. ને પર્શિયનો 'આગ-અગ્નિ' ના પૂજકો છે. |
આ જાતિ બલુચિસ્તાનમાંથી આવી હશે. અને બલુચિસ્તાનમાંથી સિંધમાં થઈ મારવાડ-રાજસ્થાન અને ત્યાથી સમગ્ર ભારતમાં ફેલાઈ હશે. રબારી કોમમાં પૂજાતા હિંગળાજ માતાનું મુળ સ્થાનક આજે પણ બલુચિસ્તાનમાં છે. સિકોતેર માતાનું મૂળ સ્થાનક પણ સિંધમાં હતુ. |
દુલેરાય માટલીયા પોતાના પુસ્તક 'ગોપાલ દર્શન' મા જણાવે છે કે,"રબારીઓના બે વર્ગ જોવા મળે છે. એક મુંગી માતા મોમાઈના ઉપાસક સોરઠીયા રબારીઓ જેઓ મુખ્યત્વે ઘેટાં બકરાનો પાલન કરનારા, જ્યારે ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના રામકૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ, બન્ને ભિન્ન વંશકુળના છે. આમાંના સોરઠીયા રબારીઓ 'હૂણ' પ્રકારના વંશના હોવાની શક્યતા છે.જ્યારે દેસાઈ રબારીઓ ગુર્જરવંશના છે. બન્નેના શારીરિક લક્ષણોથી આ પ્રકાર ફાળવી શકાય. " |
પણ ઉપરોક્ત કથન કરતાં હકિકત જુદી છે. બન્ને રબારી મૂળ એક જ કુળ કે વંશના છે. પરંતુ બે-ત્રણ હજાર વર્ષ પહેલા છૂટા પડેલા જણાય છે. |
The God Of Rabari Samaj
Thursday, February 10, 2011
વિદ્વાનોનો મતઃ-
દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે.
પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે મા પાર્વતીએ મન બહેલાવવા માટે માટી માથી ઉંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ માં પાર્વતીના કેહેવાથી ઉંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી રજપુત(ક્ષત્રિય) જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી. |
એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય. |
એક મત એવો છેકે ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિહોવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ 'વિહોતર' તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩. |
ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. |
પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઇ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી. |
પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ 'ગોય' જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોય જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે. |
ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી નીકળી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે ચાલતા ચાલતા હાલારનો મચ્છુ કાંઠો દેખાયો. આ હરિયાળી ભોમકા જોઈને ગોવાળ-ગોવાલણોનાં મન નાચી ઉઠ્યાં અને શ્રીકૃષ્ણને કહી દીધું કે "હે માધવ! હવે અમે આગળ એક ડગલુંય ભરવા માંગતા નથી. દ્વારકાનું રાજ તો શું, પણ ઇન્દ્રાસન અપાવો તોય અમારે આગળ આવવું નથી." |
શ્રીકૃષ્ણે વાત પામી જઈ આહીરો અને રબારીઓની છાતીમાં એક એક ધબ્બો મારી વરદાન દીધું કે "જાઓ, નાદાનો! આપણી લેણદેણ પુરી થઈ, પરંતુ મારામાં વિશ્વાસ રાખશો તો તમારી તેગે અને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને રોટલો (ભોજન) ખૂટવા નહીં દઉં." આજે પણ આહીરની અજોઢ તલવાર અને રબારીનો રોટલો અજોડ છે. ( જુઓ "સૌરાષ્ટ્રની રસધાર" તેગે અને દેગે.) |
રબારી ની ઉત્પત્તિ અને ઇતિહાસ
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. |
રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે. |
આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ તેમા રહેલો છે તેથી ( કે દેવના વંશજો હોવાથી ) આ જાતિ દેવાસી ના નામે પણ ઓળખાય છે. |
રબારી શબ્દ મૂળ 'રવડ' શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે 'ઢોર યા પશુ' યા ઘેંટા નું ટોળું. અને પશુઓના ટોળાને રાખનાર યા સાચવનાર 'રેવાડી' તરીકે ઓળખાતો અને અપભ્રંશ થતાં આ શબ્દ 'રબારી' તરીકે અસ્તિત્વમાં આવ્યો. |
રબારી આખા ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં એમ તો પાકિસ્તાનમાં પણ આશરે ૮,૦૦૦ રબારી હોવાના સમાચાર મળે છે. રબારી જાતિનો ઇતિહાસ બહુજ જુનો છે પણ શરુઆતથીજ પશુપાલન નો મુખ્ય વ્યવસાય અને ભટકતુ જીવન હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અને અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે માનવ વસ્તીથી હંમેશા દૂર રહેતા હોવાથી રબારી સમાજ સમય સાથે પરિવર્તન પામી શક્યો નથી. અત્યારે પણ આ સમાજમાં રિતરીવાજ, પોશાક, ખોરાક જેમનો તેમ જ રહ્યો છે. ૨૧ મી સદીમાં શિક્ષિત સમાજના સંમ્પર્કમાં આવવાથી શિક્ષણ પ્રાપ્ત કરવાથી સરકારી નોકરી, વ્યાપાર ઉદ્યોગ, ખેતી વગેરે જરૂર અપનાવ્યા છે. |
Wednesday, February 9, 2011
શ્રી વાળીનાથ સંસ્થાની પ્રવૃતિઓ
શ્રી વાળીનાથના વડપણમાં ચાલતી સંસ્થાઓ શ્રી રણુજા ધર્મશાળા, શ્રી અંબાજી ખાતે ધર્મશાળાઓ પરમ પૂજ્ય બાપુશ્રીના માર્ગદર્શનની વડપણ નીચે ચાલે છે.દ્રારકામાં પ્રવેશદ્રાર પરમ પૂજ્ય બાપુની નિશ્રામાં તૈયાર થયું અને ચારધામમાંનું એક ધામ એવા દ્રારકાને અર્પણ કરવામાં આવ્યું એવી રીતે રણુજા ખાતે પણ પ્રવેશ દ્રાર બનાવીને અર્પણ કરવામાં આવ્યું છે.ઘણા મહાન કાર્યોનું નિર્માણ થયું છે. પૂ.અહંત બાપુના અધ્યક્ષ સ્થાને પાટણ ખાતે ગોપાલક કુમાર છાત્રાલય ચાલે છે.અને ગાંધીનગર ખાતે કન્યા છાત્રાલય પણ તેમના આર્શીવાર્દના પ્રતાપે કાર્યરત છે.
ખેરાલુ તાલુકામાં વાઘવાડી ગામ પાસે બાણગંગેશ્ર્વર(બાણગંગા) માં પૂ. શ્રી મહંતશ્રી મગનગિરિજી મહારાજ તેઓશ્રી વાળીનાથધામના એક વરિષ્ઠ સંત છે. તેઓશ્રીની જવાબદારી સોંપવામાં આવી હાલમાં તેઓશ્રી વિકાસપૂર્વક પરમ પૂજ્ય મહંત બાપુશ્રીના વડપણને તે સંચાલન કરી રહ્યા છે. અને વર્તમાન સમયમાં પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીને અન્ય એક શ્રી માણેકનાથજીની જગ્યાના વિકાસ માટે એ મંદિરના અનુયાયીઓ દ્રારા વિનંતી કરવામાં આવી છે.પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના સર્જનાત્મક આયોજનમાં શ્રી વાળીનાથ ખાતે ગંગા અવતરણનું એક ભવ્યાને દિવ્યુઅ સર્જન કરવામાં આવ્યું છે. ત્યાં દેશભક્તો સંતોની પ્રતિમાઓ દ્રારા સર્જનને રમણીયરૂપ આપી એક કલાત્મક અને પ્રેરણાત્મક હિમાલય દર્શન શ્રી વાળીનાથજી ચોકની ભવ્યતા વધારી રહેલ છે.પરમ પૂ. મહંત બાપુશ્રીની ભક્તિ અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીની સર્જન શક્તિ દ્રારા અલૌકિક વિકાસ થયો છે.તમામ વિકાસના જ્યોતિધર એવા પરમ પૂજ્ય વંદનીય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ શ્રીનો મહિમા જેટલો વર્ણવીએ તેટલો ઓછો છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની લોક હિતાર્થે સતત માળા અને ગીતાપાઠ ચાલુજ હોય છે. વિશ્ર્વભરમાં જો કોઇ ગ્રંથની જન્મજયંતી ઉજવાતી હોય તો તે શ્રીમદ ભગવદ ગીતાની જ ઉજવાય છે.શ્રીમદ ગીતાનો મહિમા સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલો છે. તેના વિષેશ જ્ઞાનથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત છે. મહ્ર્ષિ વેદવ્યાસે કહ્યુ છે કે
ગીતાં સુગીતાં કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરૈયઃ
યા સ્વં પદમાનાભસ્ય મુખ પદમાધ્વિનીઃ સુતાઃ ।।
સ્વયં ભગવા વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલી ગીતાને ગાવા અને પાળવા જેવી મહા ફળદાયક પરમ કર્તવ્ય હોવા છતાં અન્ય ગડમથલમાં પડવાની શી જરૂર છે. ભગવાન શંકરાચાર્ય શ્રી કહે છે કે ગાન તો માત્ર ગીતાનું યોગ્ય છે. અને નામ તો યોગ્ય શ્રી વિષ્ણુસહસ્ત્રનામનું છે. ધ્યાન તો વારંવાર શ્રી પતીનું જ ધરવા યોગ્ય છે. ચિત તો સાચા સંતો સાધુંજનોના સંગમાં પરોવવા યોગ્ય છે. અને વીત દીનદુખિયાની આપવા યોગ્ય છે. આ પાંચ બાબતો પરમ્ પૂજય મહંત બાપુશ્રીમાં સમાયેલા છે. આધ્યાત્મિક એવા જગતમાં અદભૂત ક્રાંતિકારી મહાપુરૂષોના મહાપુરૂષ અને ગુરૂઓના મહાગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ દ્રારા અપાયેલા ઉપદેશરૂપી ગીતા સમગ્ર માનવ સમાજના જીવનને જ્ઞાનથી આનંદથી સમતાથી સૌદર્યથી અભયતાને ભરી દેનાર અને જીવનને ઉન્નત કરવા સક્ષમ છે.
દુનિયામાં બે સુપ્રસિધ્દ પુસ્તકાલયો એક ભારતમાં ચેન્નઈ ખાતે અને બીજું અમેરિકાના શિકાગો ખાતે છે. રવિન્દ્રનાથ ટાગોર અમેરિકા ગયા ત્યારે શિકાગોના વિશ્ર્વ સુપ્ર્સિધ્ધ પુસ્તકાલય જોવા ગયા. અને ત્યાં જઈ પુસ્તાકલય ના મુખ્ય અધિકારીને અહીં લાખો પુસ્તકો અને શાસ્ત્રો છે. હું આ બધાં તો વાચી તો શું પણ જોઇ પણ શકવાનો નથી તેથી આ બધા પુઅસ્તકો શાસ્ત્રોમાં તમને જે સૌથી વધારે મહત્વપૂઋન ગ્રંથ લાગતો હોય એ મને આપો તો હું એ વાંચવા અને જોવા ઇરછું છું . મુખ્ય અધિકારી ટાગોરજીને એક અલગ અને સુંદર સોહામણા ખંડમાં લઈ ગયા, ખબ વ્યવસ્થિત અને આદરપૂર્વક રખાયેલા બધા પુસ્તકોમાં પણ એક અલગ ઉંચા સ્થાને અત્યંત કિંમતી વસ્ત્રમા એક ગ્રંથ સુશોભિત હતો એ સમયે એ તેમને આપ્યો સુંદર રત્નજડિત મુખપૃષ્ઠવાળો અને પૂર્ણ આદરથી સચવાયેલો એ ગ્રંથ શ્રીમદ ભગવદગીતા હતો રવિન્દ્રનાથ ખુબજ હર્શિત થયા તેમને થયું કે વાહ અમેરિકામાં આટલી ઉંચી સમજના લોકો રહે છે. કે જેમને ગીતાનું મહાત્મય અને મહિમા જાણ્યો છે. કેવું છે એ દિવ્યગીતાનું જ્ઞાન માનવમાત્રનો સર્વાગી વિકાસ મર્યા પછી કોઇની કૃપાથી સ્વર્ગમાં જવાની વાતો નહિ, પરંતું જીવતાં જ પોતાનું સનાતન સુખ પામી લેવાનું ગીતાના જ્ઞાનને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ આત્મસાત કર્યું છે. જેમનું દરેક ડગલું ગીતાના જ્ઞાનથી સભર છે. જેમનો જીવનવ્યવહાર ગીતામય છે. એવા પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની શ્રી વાળીનાથ ભગવાન પ્રત્યેની ભવ્ય આરાધના અને પરમ પૂજ્ય ગોવિંદગિરિજીની ભવ્યસેવા અને સંતોનો પુરૂષાર્થ સાચા સંતોનો નિત્ય આગમન આવો ત્રિવેણી સંગમ ક્યાંક ભાગ્યેજ જોવા મળે છે. પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી સતત સંતો ભક્તો સેવકોના આગમનની રાહ તા હોય છે. સંતો આવે ત્યારે પધારેલ સંતો પરસ્મ પૂજ્ય મહંત બાપુશ્રી પાસે બેઠા હોય અને કોઠારી બાપુશ્રી પોતે હૉલમાં સંતો માટે આસનની વ્યવસ્થા કરી નાખે, ચા પાણી દૂધ કૉફી જે સંતને જે જોઇએ તેની વ્યવસ્થા તેમજ સુવિધા તૈયાર કરી નાખે જ્યારે બપોરે કે સાંજે ભોજન પ્રસાદી લેવા મહેમાન સંતો બિરાજે ત્યારે પૂજ્ય કોઠારી બાપુની ચકોર દ્રષ્ટિ દરેકનું નિરિક્ષણ કરતી હોય દરેકને શું જોઇએ તે પ્રમાણે હુંકમો કરાતા હોય અને દરેકની ખબર રાખે પ્રેમથી દરેકને ભોજન પ્રસાદ આગ્રહ સાથે કરાવે એક દિ થાને મારો મહિમા અને સ્વર્ગ ભૂલાવું શામળા એ પ્રમાણે સ્વયં ભગવાનને પણ સ્વરગને ભૂલીને શ્રી વાળીનાથ ધામ ખાતે કાયમી નિવાસ કરી દીધો છે. જામનગરમાં બે ભવ્ય આશ્ર્અમો એક કબીર આશ્રમ બે આણદાબાબાનો આશ્રમ પૂજ્યશ્રી સ્વરૂપાદાસજી સાહેબને સંતો પ્રત્યે બહું જ ભાવ હતો એક દિવસ ટ્રસ્ટ્રીઓને બાપુશ્રીને સૂચના આપીકે બહારથી આવતાં શેઠ લોકો માટે જમવામાટે ડાયનિંગ ટેબલોની વ્યવસ્થા અને જેમના પુરૂશાર્થ દ્રારા ચાલતા આ આશ્રમના સંતો માટે જમવા નીચે બેસવાનું તેમના માટે પણ ડાયનિંગ ટેબની વ્યવસ્થા કરો અને તત્કાલિક ચારસો સાધુઓ બેસી જમી શકે એવા ડાયનિંગ ટેબલોની વ્યવસ્થા થઈ ગઈ આ મહાન ભારતના મહાન સંતોનો મહામહિમા છે. પરમ પૂ. કોઠારી બાપુશ્રીને પણ જો યોગ્ય રસોયા ના લાગે તો તાત્કાલિક બીજા રસોયાની વ્યવસ્થા કરી નાખે પરંતું ગમે તેવું ના ચલાવી લે આમ વ્યવસ્થા અને ઉતમ ભાવનાના ગુરૂત્વાકર્ષણથી ભક્તોની સતત ભીડ થતી રહે છે. પરમ પૂજ્ય કોઠારી શ્રી ગોવિંદગિરિજી બાપુશ્રી છયેક વર્ષની કુમળિ વયે ઇ.સ. ૧૯૪૪માં શ્રી વાળીનાથજીના સાનિધ્યમાં પધાર્યા એ સમયથી જ પુરૂશાર્થ અને પરિશ્રમ કરી ભવ્ય પ્રણાલિકા ગોઠવી અને શ્રી વાળીનાથ અખાડાનો ભવ્ય મહિમા વધાર્યો . આવા મહાપુરૂશો ભગવાનને નોતરૂ આપવા નથી જતા એમના આવા મહાન કરમયોગથી સ્વયં ભગવાન તેમની પાસેજ પધારે છે. મહાપુરૂષોના એવા ઘણા પ્રસંગો છેકે જ્યાં ભગવાન સ્વયં પધાર્યા હોય.
ગુરૂ ભક્તિ યોગ
સમ્યક નિર્દોષ બુધ્ધિ એટલે પરમ પૂજ્ય પ્રાતઃવંદનીય શ્રી વિરમગિરિજી બાપુ હતા તેજ શ્રી પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી બાપુશ્રી છે. જેને આવી સમજણ કાયમ છે. અને આવી સમજણ કાયમી રાખવી એનું નામ સમ્યક નિર્દોષ બુધ્ધિ, ભગવાન અને સંત મહિમાની વાતો કાયમ કરવી અને સાંભળવી આ પૂજ્ય બાપુશ્રી તોપોતાનું સમગ્ર ઐશ્વર્ય લૈનેજ પધાર્યા છે. એવા ને એવાજ છે. કાંઇ બાકી નથી,એમ ના સમજાય તો મનમાં દુર્બળતા રહે છે.અને આવું સમજાય ત્યારે કોઇ દિવસ જીવનમાં દુર્બળતા મનાય જ નહિ,અને જીવ બીજી રીતનો થઈ જાય છે તે મહિમા સમજવા જેવું બીજું કોઇ મોતું સાધન પણ નથી, તે મહિમા વિનાનો જીવ બીજાં ગમે તેટલાં સાધન કરે તો પણ આ જીવ બળને પામે નહી,અને આવો મહિમા સમજવાનું કારણ કરે તો પણ આજીવ બળને પામે નહિ અને આવો મહિમા સમજવાનું કારણ તો એવા મહાપુરુશોનો સંગ છે તે વિનાતો મહિમા સમજાતો નથી, હે સદગુરુ આપજ પરમાત્માનું દિવ્ય સ્વરુપ છો. આ રહસ્ય સમજાઇ જાય તો જીવનમાં અખંડ આનંદ રહે,આટલી આ વાતને સમજવા સન્તોની ગાથાઓ જ કામ લાગે એવી છે.સુર્યના રથમાં અંધારું હોય જ નહી, તેમ સર્વ ગુણોના દાતા, સર્વ ગુણોના નિધિ, સર્વ સામર્થ્યના સમ્રાટ એવા સંતો મહાપુરુષોનો સંબંધમાં આવ્યા પછી જીવને દુઃખ કે મૂંઝવણ કોઇપણ સંજોગોમાં હોઇ શકે જ નહી, માટે જેટલી સદગુરુ પ્રત્યે નિષ્ઠા પાકી તેટલોજ જીવ સુખી, આવી નિષ્ઠામાં જેટલી ક્યાસ એટલો જીવ દુઃખી આ વાત તો બહુ મોટી છે. સદગુરુના મુળ સ્વરુપની નિષ્ઠા એતો જીવનની શ્રેષ્ઠતા કહેવાય,આવા મહાપુરુષોએ જ શિષ્યને સ્વરુપ નિષ્ઠા દ્રઢ કરાવી તેના આધ્યાત્મિક પાયા પર સમ્યક નિર્દોષ બુધ્ધિની ઇમારતો ચણી છે. જેટલો આપણો પુરુષાર્થ જેતલો સમર્પણ ભાવ જેટલી નિર્દોષ બુધ્ધિ એટલાજ પ્રમાણમાં મહાપુરુષો આપણને દ્રઢતા કરાવી દેશે, આમ નિર્દોશ બુધ્ધિ સમર્પણ ભાવ એક સિક્કાનાં બે પાસાંછે. બંન્ને એકબીજાના બિંબ પ્રતિબિંબ
।। પરમ પુજ્ય શ્રી ગુલાબનાથજી બાપુશ્રી ।।
વિસનગર પુજ્ય શ્રી ગુલાબનાથજીના નિસ્કલંક આસ્રમના વિકાસની વાત છે. આ આશ્રમમાં આવતા જતા સંતો માટે દાન પેટીની વ્યવસ્થા અને એ રોટીના પ્રતાપે ભવ્ય પુરૂષાર્થ દ્રારા એ મંદિરના સેવાભાવી સજ્જન સંચાલકો અને પરમ પૂજ્ય ગુલાબનાથજી બાપુ સાથે મળી નાથજી મહારાજની એ જગ્યાનું સમગ્ર ભારતમાં નામ રોશન કર્યુ. તેના વિકાસ પાછળ કેટલો ભવ્ય પુરૂષાર્થ હશે. અજ્ઞાની જીવોની કાગ દ્રષ્ટિ ચોદુ શોધી ફણક મારવાની વૃતિ છોડતા નથી. પરમ પૂજ્ય શ્રી કોઠારી બાપુશ્રી એમના અનુભવોનું વર્ણન કરતાં જણાવેશે કે એક સમય એવો હતો કે અમારે શ્રી વાળીનાથની સેવામાં ટહેર માટે નીકળવું હોય ત્યારે બળદગાડું અથવા ઘોડે સવારી કરીને નીકળવું પડતું ત્યારે વાહન વ્યવહારનો વિકાસ ન હતો ઘણી વાર ચાલતા પણ એક રૂપિયાની ટેલ માટે ગામડે ગામદે ફરતા, છ છ મહિનાઓ સુધી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રખડવું પડતું અને છ મહિને શ્રી વાળીનાથજીના દર્શન થતાં આ છે ગુરૂભક્તિ આવી આ તપસ્યાવાળી, શ્રમથી ભરપૂર પુરૂષાર્થી ગુરૂભક્તિનો ઇતિહાસ લખવા સ્વયં શારદાજી અને ગણપતિજી સમૃદ્ર જેટલી શાહી અને કલ્પવૃક્ષની કલમ લઈને સદાકાળ બેસેતો પણ હરિગુણ લિખ્યો ના જાય હરિ ગુરૂ સંતો મહિમા વર્ણવવો ઘણો દુર્લભ છે. એ તો અજ્ઞાની કહે છે આ બધા ગ્રંથો અમે બનાવ્યા છે. પરંતુ એને સમજણ ક્યાં છે કે આ બધાનો પ્રેરણા દાતા કોણ છે? અને એ મહિમા જાણે સમજે તો એ જીવ આધ્યાત્મિક દશાનો જીવ કહેવાય છે. મહાત્માપુરૂષોનો મત છે કે " અસિતગિરિજી સમ સ્વાતક્જલંમ સિંધું પાત્રે, શુર તરૂવર શાખા લેખીની પત્ર મૂરવી, લીખતી અદિ રૂહિત્વા શારદા સર્વ કાલમ, તદ પિતવ ગુણાનામ પાર ન યાતી" પરમાત્માએ આ જે શરીર આપ્યું છે તે સર્વ ગુણોનો મહાસગર છે કલ્પવૃક્ષ સમાન આ શરીરના જે અવયવો છે તે દ્રારા સમગ્ર ભંદાર હરિ ગુરૂ સંતની સેવામાં આખી જીંદગી દેહમાંથી પાણી સુકાઇ જાય ત્યાં સુધી લાગ્યા રહિએ તો પણ સદગુરૂ સંત કે શ્રી હરિનો મહિમા વર્ણવી શક્તો નથી. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી ત્રણ વર્ષની ઉંમરે અખાડામાં આવ્યા પૂજ્ય કોઠારી સ્વામીશ્રી છ વર્ષની ઉંમરે સેવા માર્ગ ગ્રહણ કર્યો ત્યારથી પાંછઠ સીતેરની ઉંમર સુધી અવિરત સેવાનો પ્રવાહ વહે છે. આ છે ગુરૂભક્તિનો મહિમા. આ ગૌરવશાળી ગાથા કેમ વર્ણવી શકાય? વિસનગરના શ્રી રામદેવ મંદિરમાં પરમ પૂજ્ય બાલકનાથ્જીના શિષ્ય મહાપૂરૂષ પૂજ્ય ગુલાબનાથજી બિરાજે છે તેઓશ્રી સ્દત્સંગમાં સેવકોને કહે છે કે મનમાં સંકલ્પ વિકલ્પના વિષયનો ત્યાગ થઈ જાય તોજ આત્મસાક્ષાત્કાર થાય,મનનુંવિરામપણું એટલે આત્માનું ઉદભવપણું સદગુરૂ કરાવ્યા પછી ધ્યાન કોનું? એટલેકે સદગુરૂનૂ આખું સ્વરૂપ ધ્યાન છે. ધ્યાનમૂલં ગુરૂમૂર્તિ સદગુરૂતો એમના કહે કે આ દેવી દેવતાનો મંત્ર આપુ છું. તેનું ધ્યાન કરજે સદગુરૂદેવનો પોતાના ઇશારાથી સ્વરૂપનો અનુભવ કરાવે, સુવર્ણ પાત્રે ઢંકાયેલા હ્રદય ઉપરના આવરણને હટાવી સ્વયં પ્રકાશિત પરમાત્મા તારી અંદરજ છે તે તું પોતેજ છે એવો સદગુરૂદેવ આત્મસાક્ષાત્કાર કરાવે એક દીવાથી બીજો દીવો પ્રગટે, અંધકાર સંપૂર્ણ નાશ પામી જાય,સદગુરૂશ્રી જે સ્થિતિમાં હોય એજ સ્થિતિનો આપણને અનુભવ કરાવે, એક પારસથી પારસ બને એક પારસથી હેમ,સમાગમ સદગુરૂનો ઇયળ ભમરીના સંગે ભમર બની જાય આ તો વિખ્યાત વાત છે. આ ઇયળમાં દંખ સહન કરવાની તૈયારી હોય તો જ એકરૂપ બની શકે વળી સંતોએ તો એટલા સુધી કહ્યું છે કે ઇશ્ર્વરથી સદગુરૂ મહાન છે રતન રસ્તામાં પડ્યું હોય તો એની કિંમત નથી પણ એને ઓળખનાર ઝવેરીનું મહત્વ છે, બાકીતો મૂલ્યવાન રતન પણ ધૂળમાં રોળાતૂ હોય છે લગભગ વનસ્પ્તિમાં ઔષધનો ગુણ હોય છે પણ એનો જાણકાર હોય તો અને તે પારખી બતાવે અનુભવી વૈદ જોઇએ ઢગલાબંધ ઔષધીઓ હોય સામે રોગીઓ પણ ઘણા પ્રકારના હોય છતાં જાણકારી સિવાયે કપણ ઔષધી લેવી જોખમરૂપ ગણાય પરમાત્મા ક્યાં નથી સર્વત્ર હોવા છતાં જ્યાંસુધી સદગુરૂની દિવ્ય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી એ પરમ તત્વજ્ઞાનની પહચાન થતી નથી એ સમજણ સદગુરૂજ આપી શકે કંઇપણ પ્રાપ્ત કરવું હોય તો કંઇક ગુમાવવાની પણ તૈયારી રાખવી પડે આપણે કોઇ બલિદાન કે ભોગ આપવો નથી અને એમજ સર્વ પ્રાપ્ત કરી લેવું છે દુનિયામાં બધી વસ્તું પૈસાથી મેળવી શકાય પરંતું ગુરૂપ્રેમ્ કે ગુરૂત્વ પદ પૈસાથી ના મેળવી શકાય એ તો પ્રેમ અને સમર્પણ ત્યાગથીજ પ્રાપ્ત થાય,દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાની લોકો એમ વિચારે કે બાવાઓને વળી આવો વૈભવ શુ કરવો છે આટલો ઠાઠમાટ સંન્યાસીને વળી શોભ? જ્યારે જ્ઞાની માણસ એવું વિચારે છે કે વાહ મહાપુરૂષોનો કેટલો મહાન પુરૂષાર્થ હશે? આપણી આખી જીંદગી કઠલા કર્યા પરંતુ ઘેર આવેલા પાંચ દસ મહેનાની પણ પૂરતી સરભરા કરી શકતા નથી જ્યારે આ મહાપુરૂષો તો રોજનો હજારો દર્શનાર્થીઓને ઉતમ પ્રકારનું ભોજન કરાવે છે અનેક ધર્મસ્થાનો ઉપર અસંખ્ય ભક્તોની ભોજન સમયે પગંત પડે છે. અને મહાપ્રસાદ ગ્રહણ કરે છે સુરેન્દ્ર નગર પાસેના કોઠારીયા ગામે પરમ પૂજ્ય વજાભગતના અન્નક્ષેત્રમાં ૨૦૦ જેટલી બહેનો રોટલા ઘડે છે. અનેચારસો જેટલા સ્વયંસેવકો એ રોટલાથી અનેક ગરીબ ભૂખ્યા માણસોના જઠરાગ્નિને શાંતિ આપે છે. વૈસ્વારનરને તૃપ્ત કરે છે. સુરેન્દ્ર નગર પાસેના દુધરેજ ગામે વડવાળા ધામમાં અનેક ભક્તો સેવકો અને સંત સાધુંકે ગરીબોને પુરતું ભોજન પીરસાય છે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના થતી આવેલી ઉતમ સેવા તો જ સંત મહાપુરૂષોજ કરી શકે, ગુજરાત સૌરાષ્ત્રની ધરતી ઉપર ઠેર ઠેર મહાપુરૂષોએ તિર્થધામો સંસ્કાર ધામો લોક સેવાર્થે સ્થાપિત કર્યા, ઉગ્ર તપશ્ર્યા અને મહાન પરિશ્રમ પૂર્વકનો પુરૂષાથ કરી, આશ્રમ મઠો જગ્યાઓ મંદિરોની સ્થાપના કરી છે. જ્યાં આધ્યાત્મિક શક્તિનું પ્રદાન થાય છે છતાંય અજ્ઞાનીઓ ભગવા ભેખધારી એવા મહાપુરૂષોની ટીકાઓ કરતા હોય છે આવા વ્યક્તિઓ માનવતાના દુશ્મન છે જે ઇર્ષાની આગમાં સતત બળતા હોય છે શક્તિહીન અને કાયર માણસો મહાપુરૂષની આવી દિવ્ય અને ભવ્ય એબ્વી મહાનતા સહન કરી શકતા નથી. પરમ પૂજ્ય ગુલાબનાથજી કહે છે સંસારના પ્રદાર્થો કોઇએ દુઃખકે દબાવ દેતાં નથી, દુઃખતો અજ્ઞાતમાં છે ઘણા મહાપુરૂષો વૈભવમાં રહેતા હોય છે. છતાં પણ જરાય આશક્તિ ના હોય પણ ઝુપડીમાં રહેતા હોય પણ લંગોટીની આશક્તિ છૂટતી નથી. માટે બહારની ભવ્યતા કે દુર્બળતા કે બહારના પદાર્થો કોઇ દુઃખ દેતાં નથી. ગુરૂપૂર્ણિમા શ્રી ગુરૂને બારમાસનો કર ભરવાનો દિવસ નથી, એ આધ્યાત્મિકતાનાં લેખાં લેવાનો દિવસ છે. આપણે શ્રી ગુરૂ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો દિવસ છે ઘણી બાબતો એવી છે કે શબ્દ દ્રારા તેનું વર્ણન થઈ શકતું નથી ગુરૂકૃપા પ્રાપ્ત થાય તો પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવી સ્થિતિ અવશ્ય બને જ વ્યવહારમાં પણ આનંદ વર્તાય પરમ પૂજ્ય બાપુશ્રી પણ કેવી પરખ કરી કે પરમ પૂજ્ય મહાદેવગિરીજી બાપુશ્રીના પંદર વર્ષના કારભારીપણાને જોઇને તેમના સ્વર્ગવાસ પછી તેમના સમાન વ્યક્તિને પારખીને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ વર્તમાન પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદગિરીજી બાપુશ્રીને કોઠારી તરીકે જવાબદારી સોપીં, પરમ પૂજ્ય મહંતસ બાપુશ્રીની એ દિવ્ય કોઠાસઉઝના શ્રી વાળીનાથધામના વિકાસ દ્રારા હાલ દર્શન થઈ રહ્યા છે આટલી મોટી જવાબદારી સંભાળવી દરેક સમાજ સાથે નિસદિન સંપર્કમાં રહેવું રાજા મરૂત જેવી શાસન જેવું આ ભવ્ય કાર્ય કોણ વહન કરી શકે? પણ પરમ પૂજ્ય કોઠારી બાપુની અસામાન્ય બુધ્ધિમતાએ અખાડાનું ભવ્યમાં ભવ્ય ભવ્યતા અપાવી દીધી.
Subscribe to:
Posts (Atom)