ગુરૂ ભક્તિ યોગ
એક શિષ્યે પૂછ્યું. ગુરુજી સર્વોપરી સેવા કોને કહેવાય? શ્રી સદગુરૂ બોલ્યા કે નિર્દોષ બુધ્ધિ જેવી મોટી કોઇ મોતી સાધક ભલે દાર્શનિક બની જાય, વિશ્વ વિખ્યાત વક્તા થવાનો યશ પણ મેળવી લે, સૈકાઓ સુધી હિમાલયનો ગુફાવાસી બની રહે, વર્ષો સુધી પ્રાણાયામ અને યોગાસનનો અભ્યાસ કરતો રહે, પરંતુ બિન કૃપા મોક્ષ નહી પાઇ,એ ત્યારેજ મોક્ષભાગી બની શકે જ્યારે કોઇ સદગુરૂના કૃપા પાત્ર બનવાનું સૌભગ્ય પ્રાપ્ત થાય, અન્યથા તો લાખ ચોરાસીના ફેરામાં વારંવાર ભટકવું પડશે, સાંસારિક ગુરૂ કરતાં આત્મસાક્ષાત્કારી ગુરૂની મહત્તા વિશિષ્ઠ પ્રકારની માનવામાં આવે છે. આત્મસાક્ષાત્કારી ગુરૂ અને ઇશ્વરમાં એકતાની પ્રતિતિ સર્વ માન્ય બની ચૂકી છે. સાધક સમક્ષ- સક્ષાત ઇશ્વર ઉભા હોય પરંતુ ગુરુ વિના ઇશ્વરત્વની ઓળખાણ થૈ શકતી નથી, સાધકને જો ગુરૂની કૃપા પ્રાપ્ત થઇ જાય તો ગુરૂ સ્વયં સાધકની હ્રદય ગુફામાં વિશિષ્ઠ રિતિઓથી બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરાવી શકે છે. આવા ગુરૂની કૃપાથી વેદાન્ત વગેરે ગુઢ રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કરીને સાધ્ક પોતાની અંદરજ બ્રહ્માનુભુતિ કરી લેશે., દિવ્ય સત્તાનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની ચાવી ગુરૂકૃપામાં જ રહેલી છે.આવા ગુરૂ શિષ્ય માટે સર્વસ્વ ગણાય. તેઓજ સાધ્ક માટે આધ્યાત્મિક સાધના માર્ગના સાચા રહસ્યોદઘાટક બનીને આવે છે અને એના માટે ચિતરંજન ચિર્કાળ શાંતિનો પંથ પ્રકાશિત કરે છે. શિષ્યનું આત્મસમર્પણ અને ગુરૂ કૃપા એ બંન્ને પરસ્પરાવલંબી છે. સાધકની શરણાગતિ ગુરૂકૃપાને આમંત્રિત કરે છે. અને ગુરૂકૃપાને પામીને શરાણાગતિ સફળ બને છે. સાધકને જો સાચા સદગુરૂ સુલભ હોય અને એમની કૃપાદ્રષ્ટિ મળી જાય તો સાધકને સત્ શિષ્યને કોઇપણ વસ્તુ અપ્રાપ્ય રહી શકતી નથી. ગુરૂકૃપાના ગુરુત્વાકર્ષણથી સાધક પોતાના ઇષ્ટ્દેવને પ્રત્યક્ષ પણે મેળવવામાં સફળ થઇ શકે છે. સક્ષમ સદ્ગુરૂ એક એવું માધ્યમ છે જે ઇશ્વર કૃપાના શ્રોતને સતત સાધક તરફ પ્રવાહિત કરતા રહે છે. સાધક માટે પોતાના સાચા ગુરૂ સૌથી વધારે વત્સલ,દયાર્દ અને પ્રિયતમ હોય છે. એના માટે ગુરૂથી વિશેષ કોઇ શ્રેયકર દેવ નથી. સદગુરૂના સત્સંગથી વધારે ઉપયોગી બીજી કોઇ સાધના નથી. પરાપૂર્વથી માનવસમાજ સાધુ,સન્યાસી,જ્ઞાની,સદ્ગુરૂની આવશ્યકતાનો સ્વીકાર કરતો આવ્યો છે.સદગુરૂના અભાવમાં સાધક ક્યારેય આધ્યાત્મિક માર્ગ પર ચાલી શકતો નથી. જેઓ આત્માનુભવમાં નિત્ય નિરંતર જાગૃત રહેતા હોય એવા વેદ્જ્ઞ,શાસ્ત્રજ્ઞ અનુભવનિષ્ઠ જ્ઞાન સમૃધ્ધ જીવિત બ્રહ્મ્વેત્તા સત્પુરુષના શરણમાં પહોંચી જ્વું જોઇએ. એ માટે મનની સહમતિ અનિવાર્ય છે.મનના સહ્કાર વિના ઇન્દ્રિયો નિષ્ક્રિય રહે છે. મનને વશ કરવા ગુરૂકૃપા જ સરળ ઉપાય છે. જો મન સાથ ના આપે તો સાધક સમાધિ અવસ્થા અને અતિ ચૈતન્યાવસ્થામાં પહોંચી શકતો નથી. આ કાર્ય ગુરૂકૃપાથી જ સિધ્ધ થઇ શકે છે. ગુરૂની સહાયતાના અભાવમાં જે ભક્તો,સેવકો,સાધકો મન ઉપર સંયમ મૂકવાનો પ્રયત્ન કરે છે. એવા ભક્તોનું જીવન હલેસા વિનાની નાવ જેવું છે. આધ્યાત્મિક માર્ગ કાંટાળો માર્ગ છે. એ સીધા ચઢાણનો માર્ગ છે. આ માર્ગમાં પ્રલોભનો ડગલેને પગલે આક્રામક રૂપ ધારણ કરીને વિઘ્નો નાખે છે. જેથી ઉત્થાનના બદલે પતનની સંભાવના રહે છે. માટે આ માર્ગના પારંગત હોય એવા સદગુરૂનું શરણ સાધી લેવામાં જ ડહાપણ રહેલું છે. તમામ શાસ્ત્રો શ્રીકૃપાની આવશ્યકતા ઉપર અત્યંત ભાર મૂકતા આવ્યા છે. બાગ બગીચાને માળી અનિયંત્રિત ડાળીઓ કાઅપી કુપીને કલાત્મક સ્વરૂપ આપી મનોહર બનાવે છે. ત્યાં સુંદર ફૂલો મધમધે છે. ભમરા ગુંજારવ કરે છે. સુંદર શોભા બનાવનાર માળીના અભાવે એજ બાગ ભયાનક જંગલનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યાં સાપ જેવા ઝેરી જીવોનો પણ ઉપદ્રવ વધી જાય છે. આપણા જપ,તપ,દાન,વ્રત તેમજ વિદ્યા વગેરે કોઇપણ અનુષ્ઠાન શ્રીગુરૂના અભાવથી નિસ્તેજ અને અસાર સબિત થાય છે. કોઇપણ વિદ્યામાં નિપુણતા આવતી નથી. શિષ્ય બીજી રીતે ભલે ગમે તેટલો મહાન હોય પણ નુગરો રહીને કદી પણ નિર્વાણ સુખ કે આત્માનંદ્નો અનુભવ કરી શકતો નથી. આપણા પ્રાચિન ઇતિહાસ પર દ્રુષ્ટીપાત કરો , કોઇપણ મહાઅન ઋષિ મહર્ષિ , પીર પયગંબર, જગદગુરૂ , અવતાર કે ભક્તોને દરેકને પોતપોતાના કોઇને કોઇ સમર્થ ગુરૂ અવશ્ય હતા. જ. જેઓએ યુગને અનુરૂપ તેમને સફળ માર્ગદર્શન આપીને જ્ઞાન,મહિમાના શિખરે બેસાડી દીધા હતા. બ્રહ્મ , વિદ્યા એક સુક્ષ્મ અને ગહન વિદ્યા છે. એના અભ્યાસ દરમ્યાન ઘણી શંકાઓ જાગે છે.કોઇ બ્રહ્મવેત્તા સદગુરૂજ આવી શંકાઓનું સમાધાન કરાવી શકે છે. સાચા સાધકને ખુબજ વાત્સલ્ય ભાવે પોતાના માર્ગદર્શનમાં રાખે છે અને એવા સાધકને આધ્યાત્મિક વિકાસમાં વિવિધ પ્રકારનું જ્ઞાન આપીને આગળ વધારે છે. વિચક્ષણ ભક્ત પણ સદગુરૂશ્રીના અભાવમાં વૈદિક વિદ્યાનું શાસ્ત્ર સંમત એવું દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી સદગુરૂ જ શિષ્યમાં છુપાયેલી દૈવી શક્તિઓને નવી ચમકથી પ્રગટાવી શકે છે. ક્ષેત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ દ્વારા આત્મસાક્ષાત્કારમાં સફળતા મેળવી મોક્ષનો અધિકારી બની શકે છે.
No comments:
Post a Comment