જામનગર ગેઝેટીયરના પ્રમાણે રબારીઓ મૂળ રાજપૂત હતા. પણ એમાંનો એક પુરૂષ રાજપૂત કન્યા સાથે ન પરણતાં બીજી જ્ઞાતિની કન્યા સાથે પરણ્યો તેથી તેના વંશજો હવે રાજપૂત કન્યાને પરણી શકતા નથી. એટલે તેઓ રાહબારી (રૂઢિ રિવાજ અનુસાર ન ચાલનાર/રસ્તો ચાતરનાર) કહેવાયા. |
'ધી હિસ્ટ્રી ઓફ કાઢિયાવાડ' માં કેપ્ટન વીલબેર ફોર્સ નોંધે છે કે, રબારીઓ ઉત્તર ભાગમાં હસ્તિનાપુરથી દિલ્હી આવીને વસ્યા. ત્યાંથી તેઓ બરડાનાં ડુંગરમાં ગયા. ત્યાં તેઓ બર્બરથી ઓળખાયા. આ લોકોના આગમન પછી જ આ ડુંગરાળ પ્રદેશને, બરડા નુ નામ મળ્યુ હોય એમ માનવા પ્રેરે છે. |
ઇતિહાસવિંદ પુષ્કર ચંદરવાકરની નોંધ પ્રમાણે 'આ જાતિઓ એ ગોકુળ-મથુરામાંથી મારવાડમાં સ્થળાંતર કર્યુ અને મારવાડમાંથી ગુજરાતમાં આવ્યા હતા.' |
રત્ન મણિરામ જોટે તેમના 'ખંભાતનો ઈતિહાસ' માં લખે છેકે કાઠિયાવાડમાં વસતા આહીર,રબારી અને કાઠી લોકો નાગ જાતિ માંથી ઉતરી આવ્યા છે. |
સને ૧૯૦૧માં લખાયેલા 'બોમ્બે ગેઝેટિયર' માં લખ્યુ છેકે રબારીઓનું ખડતલપણું જોતા કદાચ તેઓ "પર્શિયન" વંશના પણ હોય શકે અને કદાચ પર્શિયાથી ભારતમાં આવ્યા હોય કારણ કે રબારીઓમાં એક 'આગ' નામની શાખ છે. ને પર્શિયનો 'આગ-અગ્નિ' ના પૂજકો છે. |
આ જાતિ બલુચિસ્તાનમાંથી આવી હશે. અને બલુચિસ્તાનમાંથી સિંધમાં થઈ મારવાડ-રાજસ્થાન અને ત્યાથી સમગ્ર ભારતમાં ફેલાઈ હશે. રબારી કોમમાં પૂજાતા હિંગળાજ માતાનું મુળ સ્થાનક આજે પણ બલુચિસ્તાનમાં છે. સિકોતેર માતાનું મૂળ સ્થાનક પણ સિંધમાં હતુ. |
દુલેરાય માટલીયા પોતાના પુસ્તક 'ગોપાલ દર્શન' મા જણાવે છે કે,"રબારીઓના બે વર્ગ જોવા મળે છે. એક મુંગી માતા મોમાઈના ઉપાસક સોરઠીયા રબારીઓ જેઓ મુખ્યત્વે ઘેટાં બકરાનો પાલન કરનારા, જ્યારે ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના રામકૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ, બન્ને ભિન્ન વંશકુળના છે. આમાંના સોરઠીયા રબારીઓ 'હૂણ' પ્રકારના વંશના હોવાની શક્યતા છે.જ્યારે દેસાઈ રબારીઓ ગુર્જરવંશના છે. બન્નેના શારીરિક લક્ષણોથી આ પ્રકાર ફાળવી શકાય. " |
પણ ઉપરોક્ત કથન કરતાં હકિકત જુદી છે. બન્ને રબારી મૂળ એક જ કુળ કે વંશના છે. પરંતુ બે-ત્રણ હજાર વર્ષ પહેલા છૂટા પડેલા જણાય છે. |
Thursday, February 10, 2011
વિદ્વાનોનો મતઃ-
દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે.
પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે મા પાર્વતીએ મન બહેલાવવા માટે માટી માથી ઉંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ માં પાર્વતીના કેહેવાથી ઉંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી રજપુત(ક્ષત્રિય) જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી. |
એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય. |
એક મત એવો છેકે ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિહોવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ 'વિહોતર' તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩. |
ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. |
પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઇ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી. |
પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ 'ગોય' જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોય જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે. |
ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી નીકળી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે ચાલતા ચાલતા હાલારનો મચ્છુ કાંઠો દેખાયો. આ હરિયાળી ભોમકા જોઈને ગોવાળ-ગોવાલણોનાં મન નાચી ઉઠ્યાં અને શ્રીકૃષ્ણને કહી દીધું કે "હે માધવ! હવે અમે આગળ એક ડગલુંય ભરવા માંગતા નથી. દ્વારકાનું રાજ તો શું, પણ ઇન્દ્રાસન અપાવો તોય અમારે આગળ આવવું નથી." |
શ્રીકૃષ્ણે વાત પામી જઈ આહીરો અને રબારીઓની છાતીમાં એક એક ધબ્બો મારી વરદાન દીધું કે "જાઓ, નાદાનો! આપણી લેણદેણ પુરી થઈ, પરંતુ મારામાં વિશ્વાસ રાખશો તો તમારી તેગે અને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને રોટલો (ભોજન) ખૂટવા નહીં દઉં." આજે પણ આહીરની અજોઢ તલવાર અને રબારીનો રોટલો અજોડ છે. ( જુઓ "સૌરાષ્ટ્રની રસધાર" તેગે અને દેગે.) |
રબારી ની ઉત્પત્તિ અને ઇતિહાસ
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. |
રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે. |
આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ તેમા રહેલો છે તેથી ( કે દેવના વંશજો હોવાથી ) આ જાતિ દેવાસી ના નામે પણ ઓળખાય છે. |
રબારી શબ્દ મૂળ 'રવડ' શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે 'ઢોર યા પશુ' યા ઘેંટા નું ટોળું. અને પશુઓના ટોળાને રાખનાર યા સાચવનાર 'રેવાડી' તરીકે ઓળખાતો અને અપભ્રંશ થતાં આ શબ્દ 'રબારી' તરીકે અસ્તિત્વમાં આવ્યો. |
રબારી આખા ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં એમ તો પાકિસ્તાનમાં પણ આશરે ૮,૦૦૦ રબારી હોવાના સમાચાર મળે છે. રબારી જાતિનો ઇતિહાસ બહુજ જુનો છે પણ શરુઆતથીજ પશુપાલન નો મુખ્ય વ્યવસાય અને ભટકતુ જીવન હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અને અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે માનવ વસ્તીથી હંમેશા દૂર રહેતા હોવાથી રબારી સમાજ સમય સાથે પરિવર્તન પામી શક્યો નથી. અત્યારે પણ આ સમાજમાં રિતરીવાજ, પોશાક, ખોરાક જેમનો તેમ જ રહ્યો છે. ૨૧ મી સદીમાં શિક્ષિત સમાજના સંમ્પર્કમાં આવવાથી શિક્ષણ પ્રાપ્ત કરવાથી સરકારી નોકરી, વ્યાપાર ઉદ્યોગ, ખેતી વગેરે જરૂર અપનાવ્યા છે. |
Wednesday, February 9, 2011
શ્રી વાળીનાથ સંસ્થાની પ્રવૃતિઓ
શ્રી વાળીનાથના વડપણમાં ચાલતી સંસ્થાઓ શ્રી રણુજા ધર્મશાળા, શ્રી અંબાજી ખાતે ધર્મશાળાઓ પરમ પૂજ્ય બાપુશ્રીના માર્ગદર્શનની વડપણ નીચે ચાલે છે.દ્રારકામાં પ્રવેશદ્રાર પરમ પૂજ્ય બાપુની નિશ્રામાં તૈયાર થયું અને ચારધામમાંનું એક ધામ એવા દ્રારકાને અર્પણ કરવામાં આવ્યું એવી રીતે રણુજા ખાતે પણ પ્રવેશ દ્રાર બનાવીને અર્પણ કરવામાં આવ્યું છે.ઘણા મહાન કાર્યોનું નિર્માણ થયું છે. પૂ.અહંત બાપુના અધ્યક્ષ સ્થાને પાટણ ખાતે ગોપાલક કુમાર છાત્રાલય ચાલે છે.અને ગાંધીનગર ખાતે કન્યા છાત્રાલય પણ તેમના આર્શીવાર્દના પ્રતાપે કાર્યરત છે.
ખેરાલુ તાલુકામાં વાઘવાડી ગામ પાસે બાણગંગેશ્ર્વર(બાણગંગા) માં પૂ. શ્રી મહંતશ્રી મગનગિરિજી મહારાજ તેઓશ્રી વાળીનાથધામના એક વરિષ્ઠ સંત છે. તેઓશ્રીની જવાબદારી સોંપવામાં આવી હાલમાં તેઓશ્રી વિકાસપૂર્વક પરમ પૂજ્ય મહંત બાપુશ્રીના વડપણને તે સંચાલન કરી રહ્યા છે. અને વર્તમાન સમયમાં પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીને અન્ય એક શ્રી માણેકનાથજીની જગ્યાના વિકાસ માટે એ મંદિરના અનુયાયીઓ દ્રારા વિનંતી કરવામાં આવી છે.પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના સર્જનાત્મક આયોજનમાં શ્રી વાળીનાથ ખાતે ગંગા અવતરણનું એક ભવ્યાને દિવ્યુઅ સર્જન કરવામાં આવ્યું છે. ત્યાં દેશભક્તો સંતોની પ્રતિમાઓ દ્રારા સર્જનને રમણીયરૂપ આપી એક કલાત્મક અને પ્રેરણાત્મક હિમાલય દર્શન શ્રી વાળીનાથજી ચોકની ભવ્યતા વધારી રહેલ છે.પરમ પૂ. મહંત બાપુશ્રીની ભક્તિ અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીની સર્જન શક્તિ દ્રારા અલૌકિક વિકાસ થયો છે.તમામ વિકાસના જ્યોતિધર એવા પરમ પૂજ્ય વંદનીય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ શ્રીનો મહિમા જેટલો વર્ણવીએ તેટલો ઓછો છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની લોક હિતાર્થે સતત માળા અને ગીતાપાઠ ચાલુજ હોય છે. વિશ્ર્વભરમાં જો કોઇ ગ્રંથની જન્મજયંતી ઉજવાતી હોય તો તે શ્રીમદ ભગવદ ગીતાની જ ઉજવાય છે.શ્રીમદ ગીતાનો મહિમા સમગ્ર વિશ્ર્વમાં પથરાયેલો છે. તેના વિષેશ જ્ઞાનથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત છે. મહ્ર્ષિ વેદવ્યાસે કહ્યુ છે કે
ગીતાં સુગીતાં કર્તવ્યા કિમન્યે શાસ્ત્ર વિસ્તરૈયઃ
યા સ્વં પદમાનાભસ્ય મુખ પદમાધ્વિનીઃ સુતાઃ ।।
સ્વયં ભગવા વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલી ગીતાને ગાવા અને પાળવા જેવી મહા ફળદાયક પરમ કર્તવ્ય હોવા છતાં અન્ય ગડમથલમાં પડવાની શી જરૂર છે. ભગવાન શંકરાચાર્ય શ્રી કહે છે કે ગાન તો માત્ર ગીતાનું યોગ્ય છે. અને નામ તો યોગ્ય શ્રી વિષ્ણુસહસ્ત્રનામનું છે. ધ્યાન તો વારંવાર શ્રી પતીનું જ ધરવા યોગ્ય છે. ચિત તો સાચા સંતો સાધુંજનોના સંગમાં પરોવવા યોગ્ય છે. અને વીત દીનદુખિયાની આપવા યોગ્ય છે. આ પાંચ બાબતો પરમ્ પૂજય મહંત બાપુશ્રીમાં સમાયેલા છે. આધ્યાત્મિક એવા જગતમાં અદભૂત ક્રાંતિકારી મહાપુરૂષોના મહાપુરૂષ અને ગુરૂઓના મહાગુરૂ ભગવાન શ્રી કૃષ્ણ દ્રારા અપાયેલા ઉપદેશરૂપી ગીતા સમગ્ર માનવ સમાજના જીવનને જ્ઞાનથી આનંદથી સમતાથી સૌદર્યથી અભયતાને ભરી દેનાર અને જીવનને ઉન્નત કરવા સક્ષમ છે.
દુનિયામાં બે સુપ્રસિધ્દ પુસ્તકાલયો એક ભારતમાં ચેન્નઈ ખાતે અને બીજું અમેરિકાના શિકાગો ખાતે છે. રવિન્દ્રનાથ ટાગોર અમેરિકા ગયા ત્યારે શિકાગોના વિશ્ર્વ સુપ્ર્સિધ્ધ પુસ્તકાલય જોવા ગયા. અને ત્યાં જઈ પુસ્તાકલય ના મુખ્ય અધિકારીને અહીં લાખો પુસ્તકો અને શાસ્ત્રો છે. હું આ બધાં તો વાચી તો શું પણ જોઇ પણ શકવાનો નથી તેથી આ બધા પુઅસ્તકો શાસ્ત્રોમાં તમને જે સૌથી વધારે મહત્વપૂઋન ગ્રંથ લાગતો હોય એ મને આપો તો હું એ વાંચવા અને જોવા ઇરછું છું . મુખ્ય અધિકારી ટાગોરજીને એક અલગ અને સુંદર સોહામણા ખંડમાં લઈ ગયા, ખબ વ્યવસ્થિત અને આદરપૂર્વક રખાયેલા બધા પુસ્તકોમાં પણ એક અલગ ઉંચા સ્થાને અત્યંત કિંમતી વસ્ત્રમા એક ગ્રંથ સુશોભિત હતો એ સમયે એ તેમને આપ્યો સુંદર રત્નજડિત મુખપૃષ્ઠવાળો અને પૂર્ણ આદરથી સચવાયેલો એ ગ્રંથ શ્રીમદ ભગવદગીતા હતો રવિન્દ્રનાથ ખુબજ હર્શિત થયા તેમને થયું કે વાહ અમેરિકામાં આટલી ઉંચી સમજના લોકો રહે છે. કે જેમને ગીતાનું મહાત્મય અને મહિમા જાણ્યો છે. કેવું છે એ દિવ્યગીતાનું જ્ઞાન માનવમાત્રનો સર્વાગી વિકાસ મર્યા પછી કોઇની કૃપાથી સ્વર્ગમાં જવાની વાતો નહિ, પરંતું જીવતાં જ પોતાનું સનાતન સુખ પામી લેવાનું ગીતાના જ્ઞાનને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ આત્મસાત કર્યું છે. જેમનું દરેક ડગલું ગીતાના જ્ઞાનથી સભર છે. જેમનો જીવનવ્યવહાર ગીતામય છે. એવા પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની શ્રી વાળીનાથ ભગવાન પ્રત્યેની ભવ્ય આરાધના અને પરમ પૂજ્ય ગોવિંદગિરિજીની ભવ્યસેવા અને સંતોનો પુરૂષાર્થ સાચા સંતોનો નિત્ય આગમન આવો ત્રિવેણી સંગમ ક્યાંક ભાગ્યેજ જોવા મળે છે. પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી સતત સંતો ભક્તો સેવકોના આગમનની રાહ તા હોય છે. સંતો આવે ત્યારે પધારેલ સંતો પરસ્મ પૂજ્ય મહંત બાપુશ્રી પાસે બેઠા હોય અને કોઠારી બાપુશ્રી પોતે હૉલમાં સંતો માટે આસનની વ્યવસ્થા કરી નાખે, ચા પાણી દૂધ કૉફી જે સંતને જે જોઇએ તેની વ્યવસ્થા તેમજ સુવિધા તૈયાર કરી નાખે જ્યારે બપોરે કે સાંજે ભોજન પ્રસાદી લેવા મહેમાન સંતો બિરાજે ત્યારે પૂજ્ય કોઠારી બાપુની ચકોર દ્રષ્ટિ દરેકનું નિરિક્ષણ કરતી હોય દરેકને શું જોઇએ તે પ્રમાણે હુંકમો કરાતા હોય અને દરેકની ખબર રાખે પ્રેમથી દરેકને ભોજન પ્રસાદ આગ્રહ સાથે કરાવે એક દિ થાને મારો મહિમા અને સ્વર્ગ ભૂલાવું શામળા એ પ્રમાણે સ્વયં ભગવાનને પણ સ્વરગને ભૂલીને શ્રી વાળીનાથ ધામ ખાતે કાયમી નિવાસ કરી દીધો છે. જામનગરમાં બે ભવ્ય આશ્ર્અમો એક કબીર આશ્રમ બે આણદાબાબાનો આશ્રમ પૂજ્યશ્રી સ્વરૂપાદાસજી સાહેબને સંતો પ્રત્યે બહું જ ભાવ હતો એક દિવસ ટ્રસ્ટ્રીઓને બાપુશ્રીને સૂચના આપીકે બહારથી આવતાં શેઠ લોકો માટે જમવામાટે ડાયનિંગ ટેબલોની વ્યવસ્થા અને જેમના પુરૂશાર્થ દ્રારા ચાલતા આ આશ્રમના સંતો માટે જમવા નીચે બેસવાનું તેમના માટે પણ ડાયનિંગ ટેબની વ્યવસ્થા કરો અને તત્કાલિક ચારસો સાધુઓ બેસી જમી શકે એવા ડાયનિંગ ટેબલોની વ્યવસ્થા થઈ ગઈ આ મહાન ભારતના મહાન સંતોનો મહામહિમા છે. પરમ પૂ. કોઠારી બાપુશ્રીને પણ જો યોગ્ય રસોયા ના લાગે તો તાત્કાલિક બીજા રસોયાની વ્યવસ્થા કરી નાખે પરંતું ગમે તેવું ના ચલાવી લે આમ વ્યવસ્થા અને ઉતમ ભાવનાના ગુરૂત્વાકર્ષણથી ભક્તોની સતત ભીડ થતી રહે છે. પરમ પૂજ્ય કોઠારી શ્રી ગોવિંદગિરિજી બાપુશ્રી છયેક વર્ષની કુમળિ વયે ઇ.સ. ૧૯૪૪માં શ્રી વાળીનાથજીના સાનિધ્યમાં પધાર્યા એ સમયથી જ પુરૂશાર્થ અને પરિશ્રમ કરી ભવ્ય પ્રણાલિકા ગોઠવી અને શ્રી વાળીનાથ અખાડાનો ભવ્ય મહિમા વધાર્યો . આવા મહાપુરૂશો ભગવાનને નોતરૂ આપવા નથી જતા એમના આવા મહાન કરમયોગથી સ્વયં ભગવાન તેમની પાસેજ પધારે છે. મહાપુરૂષોના એવા ઘણા પ્રસંગો છેકે જ્યાં ભગવાન સ્વયં પધાર્યા હોય.
ગુરૂ ભક્તિ યોગ
સમ્યક નિર્દોષ બુધ્ધિ એટલે પરમ પૂજ્ય પ્રાતઃવંદનીય શ્રી વિરમગિરિજી બાપુ હતા તેજ શ્રી પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી બાપુશ્રી છે. જેને આવી સમજણ કાયમ છે. અને આવી સમજણ કાયમી રાખવી એનું નામ સમ્યક નિર્દોષ બુધ્ધિ, ભગવાન અને સંત મહિમાની વાતો કાયમ કરવી અને સાંભળવી આ પૂજ્ય બાપુશ્રી તોપોતાનું સમગ્ર ઐશ્વર્ય લૈનેજ પધાર્યા છે. એવા ને એવાજ છે. કાંઇ બાકી નથી,એમ ના સમજાય તો મનમાં દુર્બળતા રહે છે.અને આવું સમજાય ત્યારે કોઇ દિવસ જીવનમાં દુર્બળતા મનાય જ નહિ,અને જીવ બીજી રીતનો થઈ જાય છે તે મહિમા સમજવા જેવું બીજું કોઇ મોતું સાધન પણ નથી, તે મહિમા વિનાનો જીવ બીજાં ગમે તેટલાં સાધન કરે તો પણ આ જીવ બળને પામે નહી,અને આવો મહિમા સમજવાનું કારણ કરે તો પણ આજીવ બળને પામે નહિ અને આવો મહિમા સમજવાનું કારણ તો એવા મહાપુરુશોનો સંગ છે તે વિનાતો મહિમા સમજાતો નથી, હે સદગુરુ આપજ પરમાત્માનું દિવ્ય સ્વરુપ છો. આ રહસ્ય સમજાઇ જાય તો જીવનમાં અખંડ આનંદ રહે,આટલી આ વાતને સમજવા સન્તોની ગાથાઓ જ કામ લાગે એવી છે.સુર્યના રથમાં અંધારું હોય જ નહી, તેમ સર્વ ગુણોના દાતા, સર્વ ગુણોના નિધિ, સર્વ સામર્થ્યના સમ્રાટ એવા સંતો મહાપુરુષોનો સંબંધમાં આવ્યા પછી જીવને દુઃખ કે મૂંઝવણ કોઇપણ સંજોગોમાં હોઇ શકે જ નહી, માટે જેટલી સદગુરુ પ્રત્યે નિષ્ઠા પાકી તેટલોજ જીવ સુખી, આવી નિષ્ઠામાં જેટલી ક્યાસ એટલો જીવ દુઃખી આ વાત તો બહુ મોટી છે. સદગુરુના મુળ સ્વરુપની નિષ્ઠા એતો જીવનની શ્રેષ્ઠતા કહેવાય,આવા મહાપુરુષોએ જ શિષ્યને સ્વરુપ નિષ્ઠા દ્રઢ કરાવી તેના આધ્યાત્મિક પાયા પર સમ્યક નિર્દોષ બુધ્ધિની ઇમારતો ચણી છે. જેટલો આપણો પુરુષાર્થ જેતલો સમર્પણ ભાવ જેટલી નિર્દોષ બુધ્ધિ એટલાજ પ્રમાણમાં મહાપુરુષો આપણને દ્રઢતા કરાવી દેશે, આમ નિર્દોશ બુધ્ધિ સમર્પણ ભાવ એક સિક્કાનાં બે પાસાંછે. બંન્ને એકબીજાના બિંબ પ્રતિબિંબ
।। પરમ પુજ્ય શ્રી ગુલાબનાથજી બાપુશ્રી ।।
વિસનગર પુજ્ય શ્રી ગુલાબનાથજીના નિસ્કલંક આસ્રમના વિકાસની વાત છે. આ આશ્રમમાં આવતા જતા સંતો માટે દાન પેટીની વ્યવસ્થા અને એ રોટીના પ્રતાપે ભવ્ય પુરૂષાર્થ દ્રારા એ મંદિરના સેવાભાવી સજ્જન સંચાલકો અને પરમ પૂજ્ય ગુલાબનાથજી બાપુ સાથે મળી નાથજી મહારાજની એ જગ્યાનું સમગ્ર ભારતમાં નામ રોશન કર્યુ. તેના વિકાસ પાછળ કેટલો ભવ્ય પુરૂષાર્થ હશે. અજ્ઞાની જીવોની કાગ દ્રષ્ટિ ચોદુ શોધી ફણક મારવાની વૃતિ છોડતા નથી. પરમ પૂજ્ય શ્રી કોઠારી બાપુશ્રી એમના અનુભવોનું વર્ણન કરતાં જણાવેશે કે એક સમય એવો હતો કે અમારે શ્રી વાળીનાથની સેવામાં ટહેર માટે નીકળવું હોય ત્યારે બળદગાડું અથવા ઘોડે સવારી કરીને નીકળવું પડતું ત્યારે વાહન વ્યવહારનો વિકાસ ન હતો ઘણી વાર ચાલતા પણ એક રૂપિયાની ટેલ માટે ગામડે ગામદે ફરતા, છ છ મહિનાઓ સુધી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રખડવું પડતું અને છ મહિને શ્રી વાળીનાથજીના દર્શન થતાં આ છે ગુરૂભક્તિ આવી આ તપસ્યાવાળી, શ્રમથી ભરપૂર પુરૂષાર્થી ગુરૂભક્તિનો ઇતિહાસ લખવા સ્વયં શારદાજી અને ગણપતિજી સમૃદ્ર જેટલી શાહી અને કલ્પવૃક્ષની કલમ લઈને સદાકાળ બેસેતો પણ હરિગુણ લિખ્યો ના જાય હરિ ગુરૂ સંતો મહિમા વર્ણવવો ઘણો દુર્લભ છે. એ તો અજ્ઞાની કહે છે આ બધા ગ્રંથો અમે બનાવ્યા છે. પરંતુ એને સમજણ ક્યાં છે કે આ બધાનો પ્રેરણા દાતા કોણ છે? અને એ મહિમા જાણે સમજે તો એ જીવ આધ્યાત્મિક દશાનો જીવ કહેવાય છે. મહાત્માપુરૂષોનો મત છે કે " અસિતગિરિજી સમ સ્વાતક્જલંમ સિંધું પાત્રે, શુર તરૂવર શાખા લેખીની પત્ર મૂરવી, લીખતી અદિ રૂહિત્વા શારદા સર્વ કાલમ, તદ પિતવ ગુણાનામ પાર ન યાતી" પરમાત્માએ આ જે શરીર આપ્યું છે તે સર્વ ગુણોનો મહાસગર છે કલ્પવૃક્ષ સમાન આ શરીરના જે અવયવો છે તે દ્રારા સમગ્ર ભંદાર હરિ ગુરૂ સંતની સેવામાં આખી જીંદગી દેહમાંથી પાણી સુકાઇ જાય ત્યાં સુધી લાગ્યા રહિએ તો પણ સદગુરૂ સંત કે શ્રી હરિનો મહિમા વર્ણવી શક્તો નથી. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી ત્રણ વર્ષની ઉંમરે અખાડામાં આવ્યા પૂજ્ય કોઠારી સ્વામીશ્રી છ વર્ષની ઉંમરે સેવા માર્ગ ગ્રહણ કર્યો ત્યારથી પાંછઠ સીતેરની ઉંમર સુધી અવિરત સેવાનો પ્રવાહ વહે છે. આ છે ગુરૂભક્તિનો મહિમા. આ ગૌરવશાળી ગાથા કેમ વર્ણવી શકાય? વિસનગરના શ્રી રામદેવ મંદિરમાં પરમ પૂજ્ય બાલકનાથ્જીના શિષ્ય મહાપૂરૂષ પૂજ્ય ગુલાબનાથજી બિરાજે છે તેઓશ્રી સ્દત્સંગમાં સેવકોને કહે છે કે મનમાં સંકલ્પ વિકલ્પના વિષયનો ત્યાગ થઈ જાય તોજ આત્મસાક્ષાત્કાર થાય,મનનુંવિરામપણું એટલે આત્માનું ઉદભવપણું સદગુરૂ કરાવ્યા પછી ધ્યાન કોનું? એટલેકે સદગુરૂનૂ આખું સ્વરૂપ ધ્યાન છે. ધ્યાનમૂલં ગુરૂમૂર્તિ સદગુરૂતો એમના કહે કે આ દેવી દેવતાનો મંત્ર આપુ છું. તેનું ધ્યાન કરજે સદગુરૂદેવનો પોતાના ઇશારાથી સ્વરૂપનો અનુભવ કરાવે, સુવર્ણ પાત્રે ઢંકાયેલા હ્રદય ઉપરના આવરણને હટાવી સ્વયં પ્રકાશિત પરમાત્મા તારી અંદરજ છે તે તું પોતેજ છે એવો સદગુરૂદેવ આત્મસાક્ષાત્કાર કરાવે એક દીવાથી બીજો દીવો પ્રગટે, અંધકાર સંપૂર્ણ નાશ પામી જાય,સદગુરૂશ્રી જે સ્થિતિમાં હોય એજ સ્થિતિનો આપણને અનુભવ કરાવે, એક પારસથી પારસ બને એક પારસથી હેમ,સમાગમ સદગુરૂનો ઇયળ ભમરીના સંગે ભમર બની જાય આ તો વિખ્યાત વાત છે. આ ઇયળમાં દંખ સહન કરવાની તૈયારી હોય તો જ એકરૂપ બની શકે વળી સંતોએ તો એટલા સુધી કહ્યું છે કે ઇશ્ર્વરથી સદગુરૂ મહાન છે રતન રસ્તામાં પડ્યું હોય તો એની કિંમત નથી પણ એને ઓળખનાર ઝવેરીનું મહત્વ છે, બાકીતો મૂલ્યવાન રતન પણ ધૂળમાં રોળાતૂ હોય છે લગભગ વનસ્પ્તિમાં ઔષધનો ગુણ હોય છે પણ એનો જાણકાર હોય તો અને તે પારખી બતાવે અનુભવી વૈદ જોઇએ ઢગલાબંધ ઔષધીઓ હોય સામે રોગીઓ પણ ઘણા પ્રકારના હોય છતાં જાણકારી સિવાયે કપણ ઔષધી લેવી જોખમરૂપ ગણાય પરમાત્મા ક્યાં નથી સર્વત્ર હોવા છતાં જ્યાંસુધી સદગુરૂની દિવ્ય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી એ પરમ તત્વજ્ઞાનની પહચાન થતી નથી એ સમજણ સદગુરૂજ આપી શકે કંઇપણ પ્રાપ્ત કરવું હોય તો કંઇક ગુમાવવાની પણ તૈયારી રાખવી પડે આપણે કોઇ બલિદાન કે ભોગ આપવો નથી અને એમજ સર્વ પ્રાપ્ત કરી લેવું છે દુનિયામાં બધી વસ્તું પૈસાથી મેળવી શકાય પરંતું ગુરૂપ્રેમ્ કે ગુરૂત્વ પદ પૈસાથી ના મેળવી શકાય એ તો પ્રેમ અને સમર્પણ ત્યાગથીજ પ્રાપ્ત થાય,દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાની લોકો એમ વિચારે કે બાવાઓને વળી આવો વૈભવ શુ કરવો છે આટલો ઠાઠમાટ સંન્યાસીને વળી શોભ? જ્યારે જ્ઞાની માણસ એવું વિચારે છે કે વાહ મહાપુરૂષોનો કેટલો મહાન પુરૂષાર્થ હશે? આપણી આખી જીંદગી કઠલા કર્યા પરંતુ ઘેર આવેલા પાંચ દસ મહેનાની પણ પૂરતી સરભરા કરી શકતા નથી જ્યારે આ મહાપુરૂષો તો રોજનો હજારો દર્શનાર્થીઓને ઉતમ પ્રકારનું ભોજન કરાવે છે અનેક ધર્મસ્થાનો ઉપર અસંખ્ય ભક્તોની ભોજન સમયે પગંત પડે છે. અને મહાપ્રસાદ ગ્રહણ કરે છે સુરેન્દ્ર નગર પાસેના કોઠારીયા ગામે પરમ પૂજ્ય વજાભગતના અન્નક્ષેત્રમાં ૨૦૦ જેટલી બહેનો રોટલા ઘડે છે. અનેચારસો જેટલા સ્વયંસેવકો એ રોટલાથી અનેક ગરીબ ભૂખ્યા માણસોના જઠરાગ્નિને શાંતિ આપે છે. વૈસ્વારનરને તૃપ્ત કરે છે. સુરેન્દ્ર નગર પાસેના દુધરેજ ગામે વડવાળા ધામમાં અનેક ભક્તો સેવકો અને સંત સાધુંકે ગરીબોને પુરતું ભોજન પીરસાય છે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના થતી આવેલી ઉતમ સેવા તો જ સંત મહાપુરૂષોજ કરી શકે, ગુજરાત સૌરાષ્ત્રની ધરતી ઉપર ઠેર ઠેર મહાપુરૂષોએ તિર્થધામો સંસ્કાર ધામો લોક સેવાર્થે સ્થાપિત કર્યા, ઉગ્ર તપશ્ર્યા અને મહાન પરિશ્રમ પૂર્વકનો પુરૂષાથ કરી, આશ્રમ મઠો જગ્યાઓ મંદિરોની સ્થાપના કરી છે. જ્યાં આધ્યાત્મિક શક્તિનું પ્રદાન થાય છે છતાંય અજ્ઞાનીઓ ભગવા ભેખધારી એવા મહાપુરૂષોની ટીકાઓ કરતા હોય છે આવા વ્યક્તિઓ માનવતાના દુશ્મન છે જે ઇર્ષાની આગમાં સતત બળતા હોય છે શક્તિહીન અને કાયર માણસો મહાપુરૂષની આવી દિવ્ય અને ભવ્ય એબ્વી મહાનતા સહન કરી શકતા નથી. પરમ પૂજ્ય ગુલાબનાથજી કહે છે સંસારના પ્રદાર્થો કોઇએ દુઃખકે દબાવ દેતાં નથી, દુઃખતો અજ્ઞાતમાં છે ઘણા મહાપુરૂષો વૈભવમાં રહેતા હોય છે. છતાં પણ જરાય આશક્તિ ના હોય પણ ઝુપડીમાં રહેતા હોય પણ લંગોટીની આશક્તિ છૂટતી નથી. માટે બહારની ભવ્યતા કે દુર્બળતા કે બહારના પદાર્થો કોઇ દુઃખ દેતાં નથી. ગુરૂપૂર્ણિમા શ્રી ગુરૂને બારમાસનો કર ભરવાનો દિવસ નથી, એ આધ્યાત્મિકતાનાં લેખાં લેવાનો દિવસ છે. આપણે શ્રી ગુરૂ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો દિવસ છે ઘણી બાબતો એવી છે કે શબ્દ દ્રારા તેનું વર્ણન થઈ શકતું નથી ગુરૂકૃપા પ્રાપ્ત થાય તો પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવી સ્થિતિ અવશ્ય બને જ વ્યવહારમાં પણ આનંદ વર્તાય પરમ પૂજ્ય બાપુશ્રી પણ કેવી પરખ કરી કે પરમ પૂજ્ય મહાદેવગિરીજી બાપુશ્રીના પંદર વર્ષના કારભારીપણાને જોઇને તેમના સ્વર્ગવાસ પછી તેમના સમાન વ્યક્તિને પારખીને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ વર્તમાન પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદગિરીજી બાપુશ્રીને કોઠારી તરીકે જવાબદારી સોપીં, પરમ પૂજ્ય મહંતસ બાપુશ્રીની એ દિવ્ય કોઠાસઉઝના શ્રી વાળીનાથધામના વિકાસ દ્રારા હાલ દર્શન થઈ રહ્યા છે આટલી મોટી જવાબદારી સંભાળવી દરેક સમાજ સાથે નિસદિન સંપર્કમાં રહેવું રાજા મરૂત જેવી શાસન જેવું આ ભવ્ય કાર્ય કોણ વહન કરી શકે? પણ પરમ પૂજ્ય કોઠારી બાપુની અસામાન્ય બુધ્ધિમતાએ અખાડાનું ભવ્યમાં ભવ્ય ભવ્યતા અપાવી દીધી.
પૂજ્ય શ્રી ગોવિંદગિરિજી મહારાજની ગુરૂભક્તિ
ચૈતન્ય શિષ્ય એજ આંસુ લૂછયા કરે બસ પ્રેમ પ્રેમથી ખમ્યા કરે... શ્રી વાળીનાથ નગરમાં તે પુણ્ય ભૂમિમાં અનેક સંતો મહંતોએ પોતાનો પુરૂષાર્થ બહુજ કર્યો પ પહેલાના સમયમાં બહું સુવિધાના હોવાના કારણે સંતો બહુંજ મજૂરી કરીને થાકી જાય, માનવી રાજા મહારાજાઓના તાબામાં સપડાયેલા હોય ભણતર ગણતર વિનાનો બસ સવારથી સાંજ સુધી લગાતાર મજૂરી જીવ પ્રાણી માત્રની સંકલ્પ શક્તિ, ઇરછા શક્તિ ,ક્રિયા શક્તિ બહું જ ઓછી હોય અને એવા કપરા કાળમાં શ્રી વાળીનાથ નગરનું બીજ બહું સાદા સરળ પરંતુ મહાતપસ્વી, મહાતેજસ્વી, મહાપ્રતાપી પ્રમ પૂજ્ય ગુરૂદેવ શ્રી વિરમગિરિજી બાપુશ્રીએ વાવેલું, પરંતુ તે બીજને તપ સેવારૂપી પાણી ના મળે તો બીજ બળી જાય પણ સત્ય પ્રવૃતિથી રોપેલા બીજને કોઇ ઉછેરવા માટે તપ સેવાના જળ સીંચના સત્યવાન મહપુરૂષોને બ્રહ્મદેવ મોકલીપણ આપે છે અને પરમાત્માએ મોક્લ્યા પણ કેવા મહાપુરૂષોને? જગતમાં જોટો જડવો મુષ્કેલ થઈ પડે વ્હાલાના વ્હાલા લાગે સહું રે.. સદગુરૂના વ્હાલા વ્હાલા કરો કહું રે... આપણને જે વ્હાલા હોય તેનું બધુજ ગમશે, તેની સાથેતો હેત રહેવાનું જ્યારે અહીં એક નિરાળી વાત મૂકી છે શ્રી વાળીનાથ પરિવારની ભૂલેછૂકેપણ શ્રી વાળીનાથ ભગવાનનું નામ લેનાર હોય તેવા સેવકને પણ પોતાના સગા વ્હાલા જેવો જાણવો આપણે શ્રી વાળીનાથ પરિવાર અને તેનો સભ્ય આપણો કુંટુંબનો સમય આપશે સગોજ સમજવો પોતાનો જાણવો અંગત સગા વ્હાલાનું આપણે બહાર ખરાબ કેવી રીતે બોલીશું? સંત શ્રી તુલસીદાસજીએ કહ્યું છે તુલસી જાકે મુખન સે ભૂલ સે નીકલે રામ તાકે પગકી પહનીયા મેરે તનકી ચામ, અમે તો સંતોના અભિપ્રાય પ્રમાણે એમ કહીએ કે અહો શ્રી વાળીનાથ ભગવાનના ટકોરા જે કોઇ સાંભળશે તેનું પણ કલ્યાણ થઈ જશે. શ્રી વાળીનાથ ભગવાનની ઓસળિનાં પગથિયાં ચડીને જે ઉપર આવે તેને અમારી શોભા ઘણીશું એવા જ આ સંતો મહંતોની જાણ્યું હશે ને? ત્યારે જ આપવિત્ર ભૂમિને આ ભવ્ય ઉજજવળતાને પ્રાપ્ત થઈ હશે ને? તમે વિચારોકે આવી વૃતિ કેળવવા માટે શું દામ લાગે? કેટલો ભવ્ય પુરૂષાર્થ જોઇએ, વ્યાપક સ્વરૂપમાંજ પણ જે વાળિનાથજીના દર્શન કરતો રહે તેને સાચો શિષ્ય સેવક ગણાય આ એક સનાતન સિધ્ધાંત છે. પણ અહીં તો મહાપુરૂષોએ એવી પ્રણાલિકા બનાવી કે મેલાં કપડાંવાળૉ હોય કે ઉજળાં કપડાંવાળો હોય ભણેલો કે અભણ હોય ગરીબ હોય કે તવંગર હોય સૌના માટે સરખો ભાવ તારીજ લીલા સર્વત્ર દેખાય છે. સર્વમાં એક તું શ્રી હરિ, શ્રી વાળીનાથ ભગવાન સિવાય એક સૂકૂ પાંદડું પણ ફરકી ના શકે, તેવી જ રીતે વ્યાપક પરમાત્માને જોવાની આ વાત છે. પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી એમની સેવામાં પછાસ વર્ષના ઇતિહાસમાં મન મૂકી પ્રમાણે વર્ત્યા નથી સદાય મહાપુરૂષોના વચન પ્રમાણે જ વર્તન કર્યું છે. તેઓશ્રી ઉતમ કોટીની સેવા દ્રારા શ્રી વાળીનાથ સંસ્થા આગવી રીતે વિકસાવી રહ્યા છે તેમની ઉમદા સૂઝ વ્યવહારૂ બુધ્ધિ પ્રતિભા,શ્રેષ્ઠ કાર્ય પ્રણાલિકા,ચીવટ અને દરેક ભક્ત સેવકો સાથે પ્રેમ ભર્યો વ્યવ્હાર નિસ્વાર્થપણે સમાનતા પૂર્વક વર્તન, વ્યક્તિ પરખ અને નિસ્વાર્થ ભાવના જેવા ઉતમ આદર્શ ગુણોથી શ્રી વાળીનાથ ધામની શોભા સમાન પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો ઉતમ અને નિસ્વાર્થ વહીવટથી વાળિનાથ અખાડાને આગવી ઓળખ અપાવે છે.
દેશને આજની દુર્શાનું કારણ એછે કે આજે સ્વાર્થ વૃતિ બેકાબૂ બની ગઈ છે અને એમાંથી જન્મેલી સતાની સાઠમારીઓ હદ વટાવી ગઈ છે અને સ્વાર્થી સતાધારી દ્રારા ભષ્ટ્રાચાર બેકાબૂ બન્યો છે. અત્યારે સૌ સમાજની અને તેના ઉધાની સેવા કરવાની વાતો કરી રહ્યા છે પરંતું સમાજ સાથે એના દુઃખ દર્દો સંતાપો સાથે સાચી સંવેદના કોણ અનુભવે છે ખરા? નરી આંખે જોતાંસ્પષ્ટ એવું જણાય છે નર્યો સ્વાર્થ છે,દંભ છે માણસ અત્યારે સ્વકેન્દ્રીત બની રહ્યો છે અને જ્યાં સુધી સંત વચન કેન્દ્રીત નહિ બને ત્યાં સુધી આજની વિષમ પરિસ્થિતિ ઉકલી નહિ શકે. જેને જેને સદગુરૂ અને સંતોને સર્વસ્વ માન્યા છે એમણે જ ભવ્ય ઉજ્જવળતા પ્રાપ્ત કરી છે આ પવિત્ર ભારત માતાની ગોદમાં મહામૂલ્યવાન રત્નો ઘણા આવે છે. પણ આપણો અહંમ તેનાથી પરત થવા દેતો નથી અને એવા મહાન સંતોને આપણે માન્ય રાખી શકતા નથી. એના કારણો જાણી તે અંગે વિચારવું પડશે અને આપણે સ્થિતિ જોઇશું આપણા હિતમાં છે તે જાણવું પડશે. (૧) મહાન સંતો જે સમાજની ચિંતા કત્રવા વાળ છે જેમણે ધર્મના રક્ષનાર્થે ત્યાગને મહત્વ આપ્યું છે સ્વાર્થ ચૉડી સમગ્ર જગતના જીવો સાથે એકતાની ભાવના દ્રઢ કરી છે એવા સંતો ઉપર આપણો કૃતજ્ઞતાપૂર્વકનો સમર્પણનો ભાવ નથી, સમર્પણનો સાચો ભાવ જાગૃત કરવો પડશે.(૨) બધી વ્યક્તિઓ મને એકલાને જ ઓળખે અને મને જ ઉપયોગી થઈ શકે આ સંકુચિત મનોવૃતિનો ભાવ બદલવો પડશે (૩) પરસ્પર ભાવનો અભાવ (તૂટો) જણાય છે ભગવાન મહાવીરની પરંપરામાં એક ઉમાસ્વાતીજી થઈ ગયા. તેમને ઘણા અદભૂત ગ્રંથ રત્નોની રચના કરી છે તેમાં એક તત્વાર્થ સૂત્ર નામના ગ્રંથમાં એક સ્ત્રોત્ર છે. " પરસ્પરોપ ગૃહો જીવનનામ " એકબીજાને ઉપયોગી થવું એ જીવ માત્રનું લક્ષણ છે જીવનો મૂલ સ્વભાવ છે. પોતાના સુખનો વિચાર કરવો. એ જીવનો ખરેખર સાચો સ્વભાવ ના હોવો જોઇએ. પરસ્પર એકબીજાને ઉપયોગી થવું તે જીવનું શ્રેયકાર્ય લક્ષણ હોવું જોઇએ. હું તમને ઉપયોગી થાઉ અને તમે મને ઉઓપયોગી થાઓ આવા એકબીજાના ઉપયોગો દ્રારાજ આ વિશ્ર્વનું તંત્ર ચાલી રહ્યું છે. કોઇ માણસ એમ માને કે હું મારા પોતાના બળ ઉપર આગળ વધી રહ્યો છું હું મારી હોશિયારીના કારણેજ હું મારા વ્યક્તિવ્યનો વિકાસ કરી રહ્યો છું તો આ એક ભૂલ ભરેલી ભ્રમણા છે. આ તેનો અહંમ છે. આત્મછલના છે. વાસ્વિક હકીકત તો એ છે કે આપણે કંઇપણ છીએ આપણા અસ્તિત્વની કે વ્યક્તિત્વનો જે કંઇ વિકાસ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ તેની પાછળ પ્રગટ કે ગુપ્ત ઘણા વ્યક્તિઓના યોગદાન પડેલા હોય છે. અનેકનો ઉપકાર રહેલો છે. અનેકનુંૃ ણ આપણા માથે ચડેલું છે રાજસ્થાનમાં રણુંજા ખાતે શ્રી વાળીનાથજી રબારી ધર્મશાળાનું પરમ પૂજ્ય કોઠારી સ્વાન્મીશ્રી ગોવિંદગિરિજી મહારાજ દ્રારા નિર્માણ થયું છે. આયોજનબધ્ધ ભવ્ય નિર્માણ, ભક્તો,સેવકો,યાત્રાળૂઓ માટે સુખદાયી, સગવડથી પરિપૂર્ણ અને આનંદ આપનારૂ હતું આથી પ્રભાવિત બનીને યાત્રાળુ ભક્તો સેવકો પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના મુક્ત કંઠે વખાણ કરતા ત્યારે સરળ સ્વભાવવાળા કર્તવ્યનિષ્ઠ એવા પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીશ્રી ભક્તોને પ્રત્યુતર આપતાં કહેતાં કે આ તો પરમ કૃપાળુ શ્રી વાળીનાથની કૃપા અને ગુરૂમાશયની ભક્તિનો પ્રતાપ છે અને શ્રી ગુરૂભક્તિ ભગવદ કૃપા પછી ભક્તોની શ્રધ્ધાએ આ વિરાટ કામ કર્યું છે અને મારા ઉપર એમની જ આદયા દ્રષ્ટિ હશે ત્યારેજ મને નિમિત બનાવ્યો હશે, કેટલી વિશાળ નિર્મળતા પોતે કશું નથી કરતા એવી સરળ રજૂઆત કોઇપણ પ્રકારના અહંમ કે આડાંબરનું નિશાન ન મળે જંગલમાં મંગળ કરનાર મહાપૂરૂશ કેટલો વિવેક છે રાજસ્તાનના વિરાન પ્રદેશનું શ્રી રામદેવપીરનું યાત્રાધામ એવું રણુજા એટલે રણકદેશ જોઇલો આવા પ્રદેશની ભૂમિ ઉપર રાત અને દિવસ પડ્યા રહીને ભવ્ય રાજધાની સમાન દિવ્ય સ્વરૂપનુ સર્જન કરવું અને તે સમાજના ભ્ક્તો સેવકોની સગવડ વ્યવ્સ્થા માટે અગિયાર દિવસના ભવ્ય મેળા પહેલાં પાંચ દિવસ અગાઉથી આવનાર યાત્રાળૂની જમવા રહેવાની સુખ સગવડ માટે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી વાળીનાથ (ગુજરાત) થી લાંબો પંથ કાપી સ્વયં સેવકોની ટુકડી સાથે રણુજા શ્રી વાળીનાથજીની ધર્મશાળામાં હાજર જ હોય વરસમાં બે ત્રણવાર જઈને રૂડી દેખરેખ રાખે ધન્ય છે આવા મહાપુરૂષોને કે વૈદિક પરંપરાની સંપૂર્ણ જાણવળી માટે કેટલો દિવ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે. આવું તો સમગ્ર ભારતમાં ઘણા ઠેકાણે જંગલમાં મંગલ સર્જન થયેલું જોવા મળે છે. પરંતુ આપણો અહંમ આવા સર્જને સ્વીકારવા તૈયાર નથી, કારણ પંથા પંથીનો રોગ સંતો એકરૂપતાની ઔષધિઓ આપે તો પણ આ મહારોગ તેનો હટાગ્રહ છોડતો નથી અને અંતે આ દેહ છોડીને આત્મા ચાલ્યો જાય છે.ત્યારે આ શરીર જેમાં અહંમ હતો તેની પાસે પણ કોઇ ફરકતૂ નથી તેને વહેલાસર સ્મશાનમાં મોકલીને અંતિમક્રિયાની ઉતાવળ કરતો માનવી પોતાનું કંઇપણવિચારતો નથી. શ્રી કબીર સાહેબ કહે છે આ ગંદી દેહકા કોઇ ભરોસા નાહિ આજે દિઠા બજાર મે કાલ મશાણામાંહી તેથી જટ કરોને દેહથી બને તો દેહથી, માનવી બને તો મનથી, ધનથી બને તો ધનથી, સંત મહાપુરૂષોના વચન પ્રમાણેની સેવાનો લાભ લઈ લો હજી બાજી હાથમાં છે સુધારીલો સમગ્ર ભારતના મહાન સંતોની વાત છોડીને માત્ર એકલા ગુજરાતના મહાપુરૂષોના ગુણગાનમાત્ર દસ લીટીમાં લખવાં હોય તો અનેક મોટા ગ્રંથો બને તેમ છે. લેખક તરીકેની કોઇજ ક્ષમતા નથી નહિતર આજ સેવા ઉતમ છે જે કંઇ લખાય છે તે શ્રી સદગુરૂ કૃપાને આભારી છે.
મા ભગવતિ ઉમિયાજી ક્ષેત્રમાં ગરીબોના વિકાસ માટે ગામે ગામ શહેરે શહેરે ઉમિયારથના આયોજન દ્રારા ફરીને એકસો કરોડ રૂપિયા એકઠા કરનાર આવા શ્રધ્ધાવાન ઉત્સાહી દ્રઢ મનોબળવાળા તરવરિયાં સંચાલકો એક દિવસ અજબો રૂપિયા એકત્ર કરી શકે છે. સાચી દ્રઢ ભાવના અને પ્રબળ પુરૂશાર્થ હોવો જોઇએ.

પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુ
અહીં આત્મારામી મુનીવર બળદેવગિરિ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉરધરી કરી વ્યક્ત શિવશ્રી ।।
તમે ઉગાર્યા આ દુષમ કરી કાળે જન સહુ, કૃપા સિંધું વંદું સ્વરૂપ અનુભૂતિ સ્થિતિ સહુ, ।।
કૃપાળૂની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ર્વય રહો, ગુરૂજ્ઞાની યોગ ભવજળ તણૉ અંત જટ રહો,।।
સદા સેવી એના વિમલ વચનામૃત રૂતને, સદાનંદ ઘણેશ ભજે સદા આનંદ સ્વરૂપને ।।
અંગુઠે સહુ તીરથ વસતા સંત શિરોમણી રૂપેજી, રણદીપ સમ દિપાવ્યો આશ્રમ આપ અલિપ્ત સ્વરૂપજી।।
સમજી અત્યંત સમાયા સ્વામી કદીયે નહિ છલકાયાજી, અબળા બાળ ગોપાળ બધાને શિરછત્રની છાયાજી ।।
સમજે સર્વે મનમાં એવો તુજ પર પ્રેમ વાળીનાથનોજી, પરમ કૃપાળુ સર્વોપરી છો હું તો સહુંથી નાનોજી ।।
પરમ પ્રેમે મૂર્તિ પ્રભુજીની સહુ સ્વપને ના વિયોગજી, કાળ કરાળ, દયાળ નહિ જરી જડનો શો ઉપયોગજી ।।
ઋતુ પર્વ સૌ વારેવારે આવે યાદી સૌ પ્રભુની આપેજી, આવી પ્રેમ મૂર્તિનું દર્શન ક્યાંથી શોક સગળા જે કાપેજી ।।
પ્રભુના દર્શન સનમૂખ વિનતો, ક્યાંથી ઉમળકો આવેજી, સ્મૃતિ સરોવર નિર્મળ જેનું તેને વિરહ સતાવેજી ।।
ત્રિવિદ તાપથી બળતા જીવો, વચન સુધારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી પારબધ્યે નહિ બીતાજી ।।
સતયુગ સમ કાળ ગયો એ સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયા દૃષ્ટિ ઘણેશદાસજી નિહાળેજી ।।
મન ,વચન, શરીરે પુણ્ય સુધા પ્રકાશે, ત્રિભુવન પણ જેને ઉપકારે વિકાસે ।।
પરગુણ પરમાણુ ગિરિ જેવા ગણી જે, નિજ ઉર વિકસાવે સંત તે કેટલા રે ।।
આત્મસ્વરૂપ સમ્યક પ્રકારે જેણે અનુભવ્યુ છે. સર્વત્ર જેની આત્મદૃષ્ટિ છે તેવા સંત પરમ પૂજ્ય મહંતશ્રીની મન વચન કાયાની પ્રત્યેક ક્રિયા અદભૂત મહાત્મથી આખુ વિશ્ર્વ શોભી રહ્યું છે શત્રુ પણ તેમને મિત્ર સમાન છે અવગુણીને તે અદભૂત પ્રભાવથી ઉતમતામાં પ્રેરે છે અને પ્રત્યેક પ્રાણીને તેઓ પોતાના આત્માનંદત્ર્હી ઉજ્જ્વળ કરી આત્મશક્તિનો વિકાસ કરે છે એવા અનંત ઉપકારી પૂજય બાપુશ્રી ઉમાપુરી ક્ષેત્રના શ્રી વાળીનાથા નગરમાં નિવાસ કરી સદબોધ સંસ્કારોને સમાજને સિંચન કરી રહ્યા છે. એકલી પૂર્વ દિશાઓમાં સૂર્યનો ઉદય થાય છે પરંતુ ચારે દિશાઓ પ્રકાશિત અને પ્રફુલિત થાય છે તેમ વિક્રમ સવંત ૧૯૯૬માં આસો સુદ બારસના શુભ પર્વે શ્રી વાળીનાથજી અખાડાની પવિત્ર ગાદી ઉપર પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બાલ્યવયે બિરાજમાન થાય છે. મહાભાગ્ય અનંત પ્રવાસી મહાપુરૂષના પાવન પગલાથી તરભ ક્ષેત્રેજ નહિ, પરંતુ સમગ્ર ભારભરમાં પરમ કૃપાળુ શ્રી વાળીનાથજીની ભક્તિનો મહિમા અને શ્રી વાળીનાથ ધામની કીર્તિનો ધ્વજ લહેરાવી દીધો છે.
પહેલાનાં સમયમાં કોઇ ગાડીઓની સગવડ નહિવત હતી. એ વખતે ગામો ગામ માલધારી સમાજમાં ઘરે ઘર જઈને પોતાના પરમ ઇષ્ટ દેવો શ્રી વાળીનાથજી શ્રી ચામુંડા માતાજી અને શ્રી ગોગામહારની શક્તિનો મહિમા સમજાવી સર્વ મનુષ્યોને ભક્તિ ભાવ સમજાવી ભક્તિ તરફ પ્રેર્યા, છ છ મહિના સુધી પગે ચાલીને લોકોને ભક્તિનો ઉપદેશ કર્યો. માલધારી સમાજે પણ પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની ભક્તિથી પ્રેરાઇને તેમને ખુબજ ઉમળકાભેર આવકાર્યા. તેઓશ્રીની અસ્મિતા પ્રમાણે સ્વાગત પૂર્વક ગરિમા વધારી,પરમ પૂજ્ય મહંત બાપુશ્રી વહેલી સવારે બ્રહ્મમૂરતમાં ઉઠી નિત્યકર્મથી પરવારી ધ્યાનમગ્ન, ગીતાપાઠ,શાસ્ત્રોક્ત સ્તુતિ પાઠ વગેરે લગભગ દિવસના પ્રથમ પ્રહરની સમાધી સુધી પૂજાસેવામાં તલ્લીન હોય હાલ પણ ગામડે ગામડે જઈ સેવક સમાજને માનવતાના પાઠ સમજાવે અને આશ્રમ ખાતે બિરાજમાન હોય તો ભક્તવૃન્દ અવિરત પણે ચાલુજ હોય, દર્શનથી જે શ્રધ્ધાળુ ભક્તો કે સંતો આવે નાના કે મોટા હોય, ગરીબ કે તવંગર હોય બાળાઓ કે બાળકો હોય સંતો કે મહંતો હોય, સર્વને માટે એકજ સમાન ભાવના નાનામાં માણસન એ પોતપણાના ઉચ્ચ ભાવથી સરળતા પૂર્વક સારા સમાચાર પૂછે, સબંધવાળાની ક્રિયાકે સ્વભાવ જોયા વિના અંતઃકરણ પૂર્વક અહોભાવે નિર્માની પણે સેવા કરે છે એવા સેવાર્થી સાધકો જો દ્રઢતા રાખે તો મોટા પુરૂષની કૃપાથી આ જીવ તત્કાળ સુખી થઈ જાય છે. આજે પાંછઠ વર્ષથી શ્રી વાળીનાથ નગરની પવિત્ર ગાદી ઉપર બિરાજી અવિરત પણે સુદંર સેવા ચલાવતા હોય એવા વિરલ પુરૂષોના આપણે શું ગુણ ગાઇ શકવાના? પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સાથે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી પણ શિયાળાની હિમવર્ષા જેવી ઠંડીમાં પણ ખેતીનું લાગલગાટ કામ, પશું પાલન, પશુ પક્ષીઓની સેવા દર્શનાર્થે આવતા ભક્તો તેમજ સંત વૃન્દની સેવા પૂજા અર્ચના, અવિરત પણે કોઇપણ પ્રકારના ભેદભાવ રહિત, જેનો પ્રેમ નિસ્વાર્થ છે ચેરાપુજીની હરિયાળી ટેકરીઓ ઉપરથી વનરાજી આનંદમાં માલતી હોય, નાના છોડવાઓ કુમાશ નિર્દોષ ભૂલકાઓની યાદ દેવડાવે તેમ વાતાવરણને નિર્દોષતાથિ ભરી દેતી હોય, જેનું અમૃત દિલ જડચેતન પ્રકૃતિને પણ અસર કરી અમૃતત્વ અર્પણ કરી રહ્યું હોય એવી સાચી જનેતા જેવી સેવા અને નિર્દોષતાની મધુરતા આવા ઉતમ શિષ્ય અને મહાન ગુરૂમાં જણાઇ આવે છે. આવા ચૈત્યન સ્વરૂપો ગમે તેવા અજ્ઞાની જીવોની સહન કરીને પણ સેવા કરે છે મૂળ અજ્ઞાનથી ગેરાયેલા પામર જીવોના પ્રકૃતિ સ્વભાવ દોષ અવળચંડાઇ કે જડતા કશુંજ જોયા વગર તેમને સાથે પ્રેમપૂર્વક વર્તે છે. તેમના પ્રત્યે લાગણીના સૂર વહેડાવે છે. આમ પોતે પરગજુ બનીને અતિ અજ્ઞાની જીવોને વિવેક શીખવાડે છે. સાચુ હેત કરીને સૂઝ આપે છે. જીવનમાત્રનૂ અકારણ ભલુ કરવા માટે દરેક જીવની કક્ષાએ બેસીને તેની સાથે હેતજ કરે છે. એમનું ખમવું અને ગમ ખાવી એનેજ ભક્તિ માને છે સૌના દોષ અને સ્વભાવ પોતાના માથે લે છે. નિષ્ઠાવાળુ પ્રારબધ્ધ પણ માથે લે છે. એતો એજ લક્ષ્ય રાખે છે કે અહો આ જીવને ભગવાનથી વાળીનાથ સાથે સંબધ ક્યાંથી હોય? આમ પોતાના બનાવીને પોતાની રીતે વર્તવાની શક્તિ આપે છે. એક સામાય જીવને સૂર્ય સમાન પ્રકાશિત કરે છે. અણુને હિમાલય સમાન બનાવે છે. એવા ચૈત્યન જનની સમાન શ્રી વાળીણાથ ધામના નિર્મળ સંતનુ મૂલ્ય આપણે શું મૂલવી શકીએ? આવા પવિત્ર સંતો એ સહહ્રદય ભાવનુ સ્વરૂપ ઓળખાવવા ખુબજ પુરૂષાર્થ કર્યો અને અકારણ સૌનુ રૂડુ કર્યુમ્ કાત્યાની જેવી શત્રુતા ધરાવતી રાક્ષસીના આસુરી ભાવને લક્ષ્યમાં લીધા વગર તેનું ભલુ કરે, શ્રી કૃષ્ણ પોતાની દ્રેશીલી માસી પુતનાનું માતા જશોદા જેવુ કલ્યાણ કર્યું. કરૂણાનિધિની કેવી એ દિવ્ય કરૂણા? કેવો એ અસીમ સહ હ્રદયભાવ, આવા આ પરમ કલ્યાણકારી પૂજ્ય ગુરૂ શિષ્યની પાસે રહી એમની સેવા અને શહિષ્ણુતાનો અભ્યાસ કરી ધન્ય બની જવાય. જીવનમાં ઘણૂ ઘનુ ખમવા છતાંય અવિરત પણે મીઠાસ આપેજ જાય. શ્રી વાળીનાથની પવિત્ર ધરતી ઉપર તનતોડ પરિશ્રમ કરી નિરપેક્ષ સેવાનો ઉતમ દાખલો આપ્યો છે. ભગવાનને રાજી કેમ કરવા? એજ એમના જીવનનું લક્ષ્ય બની ગયું છે. પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી પ્રત્યેનો પ્રેમ, મમત્વ,દિવ્યભાવ અને મીઠાસ અવિરત અને અખંડ છે. અને કદી ઓછાં પણ થયાં નથી આવી એક પ્રેમની સરવાણી એમના રૂવાડૅ રૂવાડે વહ્યા કરે છે. ભગવાન શ્રી વાળીનાથની શુધ્ધ ઉપાસના ઓળખાવવા અને પ્રવર્તવા માટે પૂજ્ય મહંત બાપુસ્શ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીએ ધીરજનો અંત આવી જાય એટલો પુરૂષાર્થ કર્યો છે. શ્રી વાળીનાથજીની કચેરીમાં સભામંડપમાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બિરાજમાન હોય ત્યારે જેમ સાકરના ટુકડા પાસે વગર આમંત્રણે કીડીઓ ભેગી થઈ જાય છે તેમ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને કોઠારી બાપુશ્રીની આસપાસ ભક્તો અને સંતો ભેગા થઈને એમના સત્સંગની મીઠાસ માણતા હોય છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને પૂજ્ય કોઠારી બાપુશ્રીનાં જેને દર્શન કર્યા હશે તે સૌએ દિવ્ય દર્શનનાં અમૂલ્ય અનુભવને કોઇકાળે વિસારી શકશે નહિ. પૂજ્ય મહંત બાપુશ્રીની સરળતા એમનામાં રહેલી રૂજુતા અંતરમનની મૃદુતા, તદ્દન વિનમ્રતા, અસલી માતૃત્વની ઝલક અત્યારે સતત વર્તાઇ આવે છે. હજારો મુમુક્ષોની સુખી કરવા કંઇક સહન કરવૂ પડે છે. તો સેવક મુમુક્ષોના હ્રયમાં સંતોનુ કાયમ સ્થાન થઈ જાય છે. આ મહાન સંતોનુ સ્થાન જો આપણા હ્રદયમાં થઈ જાય તો બેડૉ પાર થઈ જાય. જીવમાં એમના જેવું ખમવાનું બળ આવે બીજાનું જોવાનું કે બીજાની પાસે કોઇ અપેક્ષા રાખવાની વૃતિ કાયમ માટે વિસારે પડી જાય, બાવાના ચંદનની માફક પોતે બળીને પોતાના સબંધમાં આવનાર ને સુવાસ આપ્યા કરે એવા એકધારા પ્રસંગોની હારમાળા અખંડિત આધ્યાત્મિક ઇતિહાસના પાને પાને જોવા મળશે. ગુરૂશ્રીમાં જેમ તપ,જ્ઞાન,યોગ અને બ્રહ્મ તેજની અપેક્ષા હોય છે. બ્રહ્મવેતા બ્રહ્મત્વની દિવ્ય પ્રકાશની પરિકલ્પના કરાય છે. તેમ શિષ્ય માટે પણ કેટલીક શરતો કે યોગ્યતાની અપેક્ષા હોય છે. આ વિશ્ર્વ સદાય સદગુરૂઓ અને શિષ્યોથી પરિપૂર્ણ છે. તેમાંથી યોગ્યતમ અને યોગ્યતર સતપાત્રોની શોધ ગુરૂ અને શિષ્ય એમ બંન્ને માટે હિતકર છે. માનવ સમાજ અને વિશ્ર્વ માટે તે કલ્યાણપ્રદ છે. સદગુરૂશ્રી સતચરિત્રવાન બ્રહ્મજ્ઞાની હોય અને આત્મસાક્ષાત્કારી હોય તો તે આપણા સર્વસ્વ સર્વોપરી થવાને શ્રેષ્ઠ વિભૂતિ છે. તે ઇશ્ર્વરીય વરદાન છે. આવા ઉદાર સદગુણ સંપન્ન ગુરૂદેવ માટે શિષ્ય પણ પરમ પૂજ્ય કોટારી બાપુશ્રી ગોવિંદગિરિજિ સમાન જોઇએ, જેવો તેવો ન ચાલે આવા મહાન ગુઇરૂશ્રીના ચરણમાં જઈને શિષ્ય કટપૂતલી બની શકે? શ્યામની પોલી વાંસળી બની શકે? એવો શિષ્ય હોય તો શ્રેયકર છે. બુધ્ધિમાન શિષ્ય શિષ્યત્વ ગ્રહણ કરતી વખ્તેજ પોતાના અહંકારને છોડી દે બ્રહ્મચર્ય વ્રતભાવ ધારણ કરે અને ગુરૂસેવા અને ગુરૂઆજ્ઞાનું પોતાનું જીવન વ્રત બનાવીને જીવે શ્રી ગુરૂ ચરણોમાં આત્મસમર્પણ શિષ્યનું સર્વોપરી સુલક્ષણ છે. શિષ્યત્વની પરાકાષ્ઠા છે શ્રી ગુરૂઆજ્ઞા પાલન શિષ્ય જીવનની મહતા છે. સાધના છે. શ્રી ગુરુદર્શનની નિત્ય ઉત્કૃષ્ઠ કામના અને સેવા વૃતિ શિષ્યના મમુક્ષત્વને નિશાને છે. સંયમ,ધ્યાન,ભક્તિ,સેવા અને આજ્ઞા પાલનની સીડીઓ ચડીને શિષ્ય સદગુરૂનું સાનિધ્ય પ્રાપ્ત કરી, શ્રી ગુરૂના સંપર્કમાં રહેવાને સમર્થ બને છે સદગુરૂના માર્ગદર્શનમાં શાસ્ત્રોનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ સાચા શિષ્યનું સત્ય કર્તવ્ય છે શ્રી ગુરૂદેવ સાક્ષાત પરબ્રહ્મ છે એવી દ્રઢ ભાવના સાથે શ્રી ગુરૂદર્શન અને ગુરૂશ્રીનોસત્સંગનો સુયોગ શિષ્યના આધ્યાત્મિક વિકાસમાં સહાયભૂત બને છે.
ગુરૂશિષ્યની આત્મસાક્ષાત્કારની કળા શીખવે છે અહંમ બ્રહ્માસ્મની આધ્યાત્મિક ભ્જૂમિકા સુધી પહોચાડે છે. તેને નિરંતર ચિતરંજન શાંતિ અને મોક્ષનો અધિકારી બનાવે છે. આ કોઇ સામાન્ય ચમત્કાર નથી. એનું મૂલ્ય કોઇ ઓંકી શકતું નથી આ ગુરૂઋણનો બદલો વાળવો અશ્ક્ય છે. મહા સમર્થ શિષ્ય પણ પોતાના ગુરૂને જે જોઇએ તે આપ્યું છે તેના બદલામાં શું આપી શકે? ગુરૂપણ શિષ્ય પાસેથી કંઇ અપેક્ષા નથી રાખતા. આ તો શિષ્યની કૃતયતાનો પોકાર છે. શિષ્યના સદધર્નમની માગણી છે કે એ ગુરૂશ્રીની આ મૂલ્યવાન દિવ્ય સંપતિને સંપૂર્ણપણે સાચવે શિષ્યનું કર્તવ્ય છે કે એ સંપૂર્ણ કૃતજ્ઞતાથી નતમસ્તક રહે, ભૂલે ચૂકે પણ કૃતજ્ઞ બનીને મહાપાપનો ભાગી ના બને. શિષ્યની વિનમ્રતાને લીધે જ ગુરૂશ્રીની કૃપા વરસે છે આર્શીવચનો તથા વરદાનોથી તેના જીવનમાં ખાલીપણાને ભરીદે છે. શિષ્યનુ કર્તવ્ય છે કે એ ગુરૂનો આજ્ઞાંકિત બને ગુરૂદેવ દ્રારા પ્રયોગમાં લાવેલા ઉપચારો જો પ્રતિકૂળ લાગતા હોય તો પણ ધૌર્ય ધારણ કરે. શ્રધ્ધાને કદી ઓછી ના થવાદે આગળ જતાં એજ ઉપચારો એને અનુકૂળ અને પ્રગતિશીલ લાગવા મંડશે શ્રધ્ધાથી દુર્લભ જ્ઞાન સહજમાં શીખી શકાય છે. માટે પૂર્ણ શ્રધ્ધાભાવથી ઇશ્ર્વર સ્વરૂપ ગુરૂદેવની સેવામાં પ્રવૃત રહેવું એ શિષ્યનું પાવન કર્તવ્ય છે. ગુરૂસેવા અને ગુરૂભક્તિના પરિણામ સ્વરૂપે આત્મસાક્ષાત્કાર આત્મજ્ઞાનની પરમ કક્ષા પ્રાપ્ત થાય છે. આત્મસાક્ષાત્કારની પરિપૂર્ણ અવસ્થામાં શિષ્ય માટે સત્યનુ રહસ્યોદધ્યાન સહેજે થઈ જાય છે. શિષ્યના કર્તવ્ય બોધ પર મનુસ્મૃતિએ જણાવ્યું છે કે શિષ્ય હંમેશા વેદાધ્યાનમાં નિમગ્ન રહે, પરમ શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વકની ગુરૂસેવા દરમ્યાન શિષ્યે માંસ મદીરા સ્વાદિષ્ટ વ્યજંનો કામ, ક્રોધ,લોભ,નૃત્ય,ગાયન,ક્રિડા,વાજીત્રો વગાડવાં, ગપ્પો મારવાં, કુથલી કરવી અને અતિશય ઉંઘવાથી અલિત્પ રહેવું જોઇએ. આ પ્રમાણે બતાવેલા સત્ય કર્તવ્યોના પરિપાલન દ્રારા શિષ્ય સદગુરૂના માર્ગદર્શનમાં પોતાનું ચરિત્ર્ય નવનિર્માણ કરવું જોઇએ. પોતાની માન્યતાઓ અને અપૂર્ણ અલ્પ જ્ઞાન પ્રત્યે શિષ્યની આધ્યાત્મિક નિષ્ઠા એને દુરાગ્રહી બનાવી દે છે. માટે સદગુરૂએજ શિષ્યત્વને પ્રદાન કરે છે જે અહંકાર રહિત હોય આવો શિષ્ય પોતાની ધારણાઓ અને માન્ત્યતાઓ ઉપર ઠુકરાઘાત થતો જોઇને કદી પણ ઉતેજિત થતો નથી. નવાગત શિષ્ય પોતાના સ્વભાવિક આચરણના પ્રવાહમાં કદીક પરમ જ્ઞાની ગુરૂશ્રીની સમક્ષ જિદ કરી બેસે છે. પોતાની પુરાતન ભાવનાઓ છોડવામાં તેને કષ્ટ થાય છે તેથી દુરાગ્રહી થઈ જાય છે. તેને ખબર નથી હોતિકે જે શિષ્ય ગુરૂશ્રીને આજ્ઞાંકિત ના હોય, એમના પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રમાણિક ના હોય એ શિષ્યને કોઇપણ ગુરૂ ભવ પાર કરાવી શકે નહિ. ગુરૂ શિષ્યનું કલ્યાણ ત્યારેજ કરી શકે છે જ્યારે શિષ્ય સ્વયં પોતાનું કલ્યાણ ઇરછતો હોય તેવી સાધના અને પ્રયત્ન્ન કરતો હોય, બોરડીનું વૃક્ષ વાવનારને એવૃક્ષ ઉપરથી મીઠી કેરી કેવી રીતે મળે શિષ્યનો દુરાગ્રહ આવો કંઇક ફળ આપનારો છે. ગુરૂની પાસે એ જાય છે તો આત્મકલ્યાણના ઉપદેશથી પણ દુરાગ્રહથી સ્વયં સ્વનિર્મિત અજ્ઞાનના કાદવમાં ફસાતો જાય છે આવો શિષ્ય આધ્યાત્મિક માર્ગે આગેકુચ કરવાને બદલે દયનીય દશામાં જીવન વ્યતિત કરવાને વિવસ થઈ જાય છે દુરાગ્રહી શિષ્ય જો સાચા અર્થોમાં પોતાનો આત્મવિકાસ સાધવા માગે તો તેને ઓછામાં ઓછું તેના પોતાના ગુરૂશ્રી આગળનો નિખાલસ જ થવુજ પડશે, પ્રમાણિક બનવું પડશે. પોતાના અહંમ અનેમાન્યતાઓને તિંલાજલિ આપી નિંસંકોચ ભાવે પોતાના શ્રધ્ધાસ્પદ ગુરૂશ્રીને આત્મસમર્પણ કરીને સાધનામાં ભાગી જવું નહિ તો આવી સોનેરી તક તેને ભાગ્યેજ પાછી મળે છે.
Tuesday, February 8, 2011
THE HISTORY RABARI SAMAJ
પૌરાણિક વાતો પ્રમાણે ભગવાન શંકરે (Lord SHIVA) તેમની પાંચ પગવાળી સાંઢ(ઊટ)ને ચારવા માટે સમળાના ઝાડની છાલમાંથી રબારીને ઉત્પન્ન કર્યો અને સમળાના ઝાડના નામ પરથી ભગવાન શંકરે તેનુ નામ સામળો રાખ્યુ કે તેની મુળ શાખ સાંબોળ રાખી તે સામળાને સાત દિકરીઓ હતી અને તે સાતે દીકરીઓના વિવાહ ભગવાન શંકરે રાજપુત કુળમાં કર્યા હતા. અને તે રાજપુતો ઘર જમાઈ તરીકે સ્વીકારી પોતાની પાસે વસાવ્યા. ત્યાર બાદ આ દિકરીઓનો જે વંશવેલો વધ્યો તે મુજબ, જે દિકરી જે રાજપુત સાથે પરણાવી હતી તેના બાળકોની શાખ જે તે રાજપુતના કુળ પ્રમાણે (મકવાણા, રાઠોડ, સોલંકી, પરમાર) અંકાવા લાગી. અને ત્યાર બાદ એકબીજાની ઓળખાણ પણ તે મુજબ થવા લાગી. આ રાજપુત શાખો માંથી જેમ જેમ રબારી જ્ઞાતિનો વંશવેલો વધતો ગયો તેમ તેમ સ્થળાંતર કરવા લાગ્યા અને ગામોના નામ ઉપરથી અને બીજી ઘણી રીતે રબારીની શાખાઓમાંથી અનેક પેટા શાખો વધતી ગઈ. અને ત્યાર બાદ હાલમાં કુલ ૧૩૩ પેટા શાખા થઈ છે. એટલે જ રબારી સમાજને હાલ 'વીસોતેર નાત' તરીકે ઓળખવામાં આવે છે. વીસોતેર એટલે વીસ + સો + તેર =૧૩૩ એવો અર્થ થાય છે.
વિસોતેર રબારી સમાજની કુલ ૧૩૩ પેટાશાખ આ મુજબ છે.
કટારિયા, કબોતરા, કાછોળ, કાછેલા, કાનકટા, કારસિયા, કાબોર, કેડ, કુકોહ, કુંભાર, કોમરા, કોલા,
ખડોર, ખટાણા, ખાંભલ્યા, ખાર, ખારવાણિય,
ગરછોળ,
ઘરમરીયા, ઘાટિયા, ઘાટેતેર, ઘાંઘવા, ઘાંઘોડ, ઘાટરિયા, ઘાંઘારિયા, ઘેલોચર, ઘેળોત્તર,
ચરમટા, ચરકટા, ચમરિયા, ચાવડા, ચાનબીડા, ચેલાણા, ચૌહાણ,
જાદવ, જાજાળા, જેઠા, જેહ, જેઠવા, જોટાણા,
ઝિયોડ,
ટલુકા, ટભારિયા,
ડાભી, ડિયા,
ઢઘોલ, ઢેંચવા, ઢેચોતર, ઢોકરીયા,
દાંકીયા, દેવ, દોદળા, દેવરા, દેવરિયા,
નાગોર, નાવોર, નાંદવા, નાંદલિયા, નેહ,
પના, પરમાર, પરવરિયા, પદવાડા, પઢાર, પાટવાળ, પૂંછલ્યા,
બલ્યા, બારેચ, બોરડ, બાર, બુચોતર,
ભડસ્મા, ભારઈ, ભાઠી, ભાટરીયા, ભુંગોળા, ભૂખ્યા, ભૂંભળિયા, ભુંદરે, ભુંડ, ભેજા, ભોકું,
મકવાણા, મારૂચા,મેર, મેહ, મોટણ, મોરડાવ, મોરી, મોટું,
રન્જયા, રજ્યા, રાજીયા, રાઠોડા, રાંણવા, રૂવારા, રૂણેચા, રૂડેયા, રોહિયા, રોઝિયા,
લવ, લલુતરા, લળતુકા, લૂણી, લોઢા, લોહ, લોક,
વણોતરા, વાતમા, વાઘેયા, વેજોલ, વેગડોર,
શિલોરા, શેઠા,શેખા,
સવઘોર, સાવધરીયા, સાંબોળ, સેવાળ, સેધિયા, સોલંકી,
હડિયોલ, હાથોલ, હુચોલ, હૂણ,
અચવા, અજોણા, અવછારિયા, આલ, આંબોઘરા, આબોચર, ઈહોર, ઉમોટ, ઉજોડા, ઉલવા,
આમાંથી મોટા ભાગની શાખ આજે ગુજરાત અથવા ગુજરાત બહાર હયાત છે. શક્ય છે કે હાલમાં આમાથી બે-પાંચ શાખાનો ક્ષય થયો હોય.
મુળ ૧૩૩ શાખ માંથી અપભ્રંશ થતા કે જે તે ગામ કે પ્રદેશ ના નામ ઉપરથી નવી શાખો હાલમાં અસ્તીત્વમાં આવી છે તે આ મુજબ છે.
કરડ, ઢગલ, ખાંભલા, દેસાઈ, મર્યા, ટરમટા, ટમાલીયા, હરણ, પઢેરીયા, કલોત્રા, નાંઘા, ભાડકા, કોડીયાતર, શીવાળીયા, ઉમલીયા, કાગડા, ગુજર વગેર
ભારતમાં ગોપાલક સમાજની ઓળખ
રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલો છે પણ ગુજરાત, રાજસ્થાન સિવાય ના અન્ય રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
1
કાશ્મીર
પોહોલ
2
હીમાચલ પ્રદેશ
ગડરિયા, ગડ્ડીલ, ગ્વાલા, પાલ
3
ઉત્તર પ્રદેશ
ગડરિયા, બધેલ, સેલે, પાલ
4
આસામ
ઓરાવન
5
બંગાલ
ગડેરી, ઓરાવન
6
ઓરિસ્સા
ગ્વાલા
7
બિહાર
ગડરિયા, ગડેરી, પાલ
8
મધ્યપ્રદેશ
ભારુડ, ગડરિયા, ધનગર, પાલ, ગારી, બધેલ
9
પંજાબ
ગડરિયા, ગ્વામા, ગદ્દી
10
હરિયાણા
ગડરિયા, પાલી
11
રાજસ્થાન
રબારી, ગડરિયા, પાલ, બધેલ, સેલે, ભરવાડ
12
ગુજરાત
રબારી, ભરવાડ
13
મહારાષ્ટ્ર
ધનગર
14
આંધ્રપ્રદેશ
કુરમા, ગડરિયા, ધનગર
15
તામીલનાડુ
કુરબા, ઇડૈયન
16
કર્ણાટક
કુરંબા
17
કેરલ
કુરમ્ભા
રબારી ની ઉત્પત્તિ અને ઇતિહાસ
રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે.
રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે.
આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ તેમા રહેલો છે તેથી ( કે દેવના વંશજો હોવાથી ) આ જાતિ દેવાસી ના નામે પણ ઓળખાય છે.
રબારી શબ્દ મૂળ 'રવડ' શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે 'ઢોર યા પશુ' યા ઘેંટા નું ટોળું. અને પશુઓના ટોળાને રાખનાર યા સાચવનાર 'રેવાડી' તરીકે ઓળખાતો અને અપભ્રંશ થતાં આ શબ્દ 'રબારી' તરીકે અસ્તિત્વમાં આવ્યો.
રબારી આખા ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં એમ તો પાકિસ્તાનમાં પણ આશરે ૮,૦૦૦ રબારી હોવાના સમાચાર મળે છે. રબારી જાતિનો ઇતિહાસ બહુજ જુનો છે પણ શરુઆતથીજ પશુપાલન નો મુખ્ય વ્યવસાય અને ભટકતુ જીવન હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અને અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે માનવ વસ્તીથી હંમેશા દૂર રહેતા હોવાથી રબારી સમાજ સમય સાથે પરિવર્તન પામી શક્યો નથી. અત્યારે પણ આ સમાજમાં રિતરીવાજ, પોશાક, ખોરાક જેમનો તેમ જ રહ્યો છે. ૨૧ મી સદીમાં શિક્ષિત સમાજના સંમ્પર્કમાં આવવાથી શિક્ષણ પ્રાપ્ત કરવાથી સરકારી નોકરી, વ્યાપાર ઉદ્યોગ, ખેતી વગેરે જરૂર અપનાવ્યા છે.
દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે.
પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે મા પાર્વતીએ મન બહેલાવવા માટે માટી માથી ઉંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ માં પાર્વતીના કેહેવાથી ઉંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી રજપુત(ક્ષત્રિય) જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી.
એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય.
એક મત એવો છેકે ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિહોવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ 'વિહોતર' તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩.
ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ.
પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઇ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી.
પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ 'ગોય' જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોય જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી નીકળી દ્વારિકા આવવા નીકળ્યા ત્યારે ચાલતા ચાલતા હાલારનો મચ્છુ કાંઠો દેખાયો. આ હરિયાળી ભોમકા જોઈને ગોવાળ-ગોવાલણોનાં મન નાચી ઉઠ્યાં અને શ્રીકૃષ્ણને કહી દીધું કે "હે માધવ! હવે અમે આગળ એક ડગલુંય ભરવા માંગતા નથી. દ્વારકાનું રાજ તો શું, પણ ઇન્દ્રાસન અપાવો તોય અમારે આગળ આવવું નથી."
શ્રીકૃષ્ણે વાત પામી જઈ આહીરો અને રબારીઓની છાતીમાં એક એક ધબ્બો મારી વરદાન દીધું કે "જાઓ, નાદાનો! આપણી લેણદેણ પુરી થઈ, પરંતુ મારામાં વિશ્વાસ રાખશો તો તમારી તેગે અને દેગે હાજર રહીશ. તમારી તલવારને લાજવા નહીં દઉં અને રોટલો (ભોજન) ખૂટવા નહીં દઉં." આજે પણ આહીરની અજોઢ તલવાર અને રબારીનો રોટલો અજોડ છે. ( જુઓ "સૌરાષ્ટ્રની રસધાર" તેગે અને દેગે.)
ઐતિહાસીક પૂરાવાઓઃ-
રબારી જાતિનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોવા છતાં છેક મહાભારતયુગથી મધ્ય(રાજપુત) યુગસુધી રાજામહારાજાઓના ખાનગી સંદેશા પહોંચાડવાનું કામ તેમજ બહેન-દીકરી અને પુત્રવધુઓને તેડવા કે મૂકવા માટે અતિવિશ્વાસપૂર્વક રબારીનો જ ઉપયોગ કરવામાં આવતો તેવા અનેક પ્રસંગો ઇતિહાસના પાને નોંધાયા છે.
પાંડવો પાસે અનેક માણસો હોવા છતાં મહાભારતના યુધ્ધ ના સમયે વિરાટનગરીથી હસ્તિનાપુર રાતોરાત સાંઢણી ઉપર સાડા ચારસો માઈલનું અંતર કાપી ઉત્તરાને હેમખેમ પહોંચાડનાર રત્નો રખેવાળ રબારી હતો.
ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યુ ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, મહારાજા હમીરદેવનો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડ સાંઢણી સવાર રબારી જ હતો.
જૂનાગઢના વયોવૃધ્ધ ઇતિહાસકાર ડો.શંભુપ્રસાદ દેસાઈએ નોંધ્યુ છેકે વેરાવળનો એક બળવાન રબારી હમીર મુસ્લિમોના અતિશય ત્રાસની સામે ' ખુશરો ખાં ' નામ ધારણ કરી સૂબો બન્યો હતો જે પાછળથી દિલ્હીની ગાદી પર બેસી સુલતાન બન્યો હતો.
પાટણના ચાવડા વંશની ગાદી દુશ્મનો પાસેથી પાછી મેળવી. વનરાજ ચાવડાને સિંહાસન પર બેસાડનાર અનોભાઈ ઉલ્વો રબારી જ હતો.
બરડાની રાજગાદી ગુમવનાર જેઠવા વંશના રાજકુમાર અને રાજમાતા કલાંબાઈને આશરો આપી, પોતાના સેંકડો યુવાનોનાં માથાં રણભુમિમાં સમર્પણ કરી ગાદી પાછી અપાવનાર રબારી જ હતા.
એક માન્યતા પ્રમાણે જૂનાગઢમાં રા'નવઘણની બારી સામે વસ્યા એટલે 'રા'બારી કહેવાયા અને તેનો અપભ્રંશ 'રબારી' થયો.
વિદ્વાનોનો મતઃ-
જામનગર ગેઝેટીયરના પ્રમાણે રબારીઓ મૂળ રાજપૂત હતા. પણ એમાંનો એક પુરૂષ રાજપૂત કન્યા સાથે ન પરણતાં બીજી જ્ઞાતિની કન્યા સાથે પરણ્યો તેથી તેના વંશજો હવે રાજપૂત કન્યાને પરણી શકતા નથી. એટલે તેઓ રાહબારી (રૂઢિ રિવાજ અનુસાર ન ચાલનાર/રસ્તો ચાતરનાર) કહેવાયા.
'ધી હિસ્ટ્રી ઓફ કાઢિયાવાડ' માં કેપ્ટન વીલબેર ફોર્સ નોંધે છે કે, રબારીઓ ઉત્તર ભાગમાં હસ્તિનાપુરથી દિલ્હી આવીને વસ્યા. ત્યાંથી તેઓ બરડાનાં ડુંગરમાં ગયા. ત્યાં તેઓ બર્બરથી ઓળખાયા. આ લોકોના આગમન પછી જ આ ડુંગરાળ પ્રદેશને, બરડા નુ નામ મળ્યુ હોય એમ માનવા પ્રેરે છે.
ઇતિહાસવિંદ પુષ્કર ચંદરવાકરની નોંધ પ્રમાણે 'આ જાતિઓ એ ગોકુળ-મથુરામાંથી મારવાડમાં સ્થળાંતર કર્યુ અને મારવાડમાંથી ગુજરાતમાં આવ્યા હતા.'
રત્ન મણિરામ જોટે તેમના 'ખંભાતનો ઈતિહાસ' માં લખે છેકે કાઠિયાવાડમાં વસતા આહીર,રબારી અને કાઠી લોકો નાગ જાતિ માંથી ઉતરી આવ્યા છે.
સને ૧૯૦૧માં લખાયેલા 'બોમ્બે ગેઝેટિયર' માં લખ્યુ છેકે રબારીઓનું ખડતલપણું જોતા કદાચ તેઓ "પર્શિયન" વંશના પણ હોય શકે અને કદાચ પર્શિયાથી ભારતમાં આવ્યા હોય કારણ કે રબારીઓમાં એક 'આગ' નામની શાખ છે. ને પર્શિયનો 'આગ-અગ્નિ' ના પૂજકો છે.
આ જાતિ બલુચિસ્તાનમાંથી આવી હશે. અને બલુચિસ્તાનમાંથી સિંધમાં થઈ મારવાડ-રાજસ્થાન અને ત્યાથી સમગ્ર ભારતમાં ફેલાઈ હશે. રબારી કોમમાં પૂજાતા હિંગળાજ માતાનું મુળ સ્થાનક આજે પણ બલુચિસ્તાનમાં છે. સિકોતેર માતાનું મૂળ સ્થાનક પણ સિંધમાં હતુ.
દુલેરાય માટલીયા પોતાના પુસ્તક 'ગોપાલ દર્શન' મા જણાવે છે કે,"રબારીઓના બે વર્ગ જોવા મળે છે. એક મુંગી માતા મોમાઈના ઉપાસક સોરઠીયા રબારીઓ જેઓ મુખ્યત્વે ઘેટાં બકરાનો પાલન કરનારા, જ્યારે ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના રામકૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ, બન્ને ભિન્ન વંશકુળના છે. આમાંના સોરઠીયા રબારીઓ 'હૂણ' પ્રકારના વંશના હોવાની શક્યતા છે.જ્યારે દેસાઈ રબારીઓ ગુર્જરવંશના છે. બન્નેના શારીરિક લક્ષણોથી આ પ્રકાર ફાળવી શકાય. "
પણ ઉપરોક્ત કથન કરતાં હકિકત જુદી છે. બન્ને રબારી મૂળ એક જ કુળ કે વંશના છે. પરંતુ બે-ત્રણ હજાર વર્ષ પહેલા છૂટા પડેલા જણાય છે.

સ્વર્ગ ની સરકાર
રાષ્ટ્રપતિ = શ્રી રામ
વડાપ્રધાન = શ્રી વિષ્ણુ
સર્જન વિસર્જન = શ્રી મહાદેવ
સ્રુસ્ટિ સર્જન = શ્રી બ્રહમાજી
સમાજ ક્લ્યાણ = શ્રી કુષ્ણ
નાણાપ્રધાન = શ્રી લક્ષ્મિજી
ગ્રુહ નિર્માણ = શ્રી વિષ્વકર્માજી
પુરવઠા ખાતુ = શ્રી અનપુર્ણાજી
શિક્ષણ ખાતુ = શ્રી સરસ્વતિજી
ક્રુષિ ખેતિ = શ્રી મેઘરાજ જી
સિન્ચાઇ ખાતુ = શ્રી ઇન્દ્રરાજાઆ
આરોગ્ય ખાતુ = શ્રી અશ્વિનિ કુમાર
માહિતિ સન્દેશા
વ્યવહાર = શ્રી નારદજી
ગુપ્તચર ખાતુ = શ્રી સુર્યદેવ
શાન્તિ સન્દેશ = શ્રી ચન્દ્ર્દેવ
વિદેશ ખાતુ = શ્રી પવન દેવ
સરક્ષણ ખાતુ = શ્રી હનુમાનજી
આપાત ભન્ડાર = શ્રી કુબેરજી
અધ્યક્ષ = શ્રી ગણેશ જી
ન્યાય ખાતુ = શ્રી યમરજ
The God Of Rabari Samaj
શ્રી વાળીનાથ ગૌરવ ગાથા વિષે બે બોલ
શ્રી વાળીનાથ ધામ ઉતર ગુજરાત (પુરાતન - આનર્ત પ્રદેશ ) માં રુપેણ અને પુષ્પાવતી નામ ની નદીઓના મધ્યે મહામુની શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગાણાતા પૌરાણીક વાલમ ગામ તેમજ શ્રી ગણપતી યાત્રાધામ અઠૌર ગામ પાસે આવેલ તરભ નામના ગામેુ ઉંઝા અને વિસનગર રોડુ ઉપર આવેલ છે. આ પવિત્ર એવા તિર્થધામનો પવિત્ર મહિમા અને ગૌરવશાળી શ્રી વાળીનાથ ગૌરવ ગાથા - ઇતિહાસ પરમ ક્રુપાળુ પરમાત્મા શ્રી વાળીનાથજીની અસીમ કૃપાથી અને પરમ પૂજ્ય વંદનીય - પ્રાતઃસ્માર્ણીય ગુર્રુવર્ય વર્તમાન ગાદીપતી મહંત શ્રી બળદેવગિરિજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પુસ્તકરુપે આલેખવાનો પ્રયત્ન થયો છે. આ પવિત્ર અને ભવ્ય એગુ તિર્થક્ષેત્ર શ્રી વાળીનાથ ધામ રબારી ગોપાલક સમાજની પ્રેરણા દાયી ગુરુ ગાદી તરીકે સુસ્થાપિત છે. છતાં તમામ કોમના શ્રધ્ધાળુ સજ્જન ભક્તો શ્રી વાળીનાથ ભગવાનમાં અત્યંત અને અનન્ય શ્રધ્ધા ધરાવે છે.
મહાન તપસ્વી સંતોની તપો ભૂમિે એવા આ ધર્મક્ષેત્રેમા અનેક નામી - અનામી સંતોએ તપ , જ્ઞાન , ભકતિ , દ્રારા શ્રી વાળીનાથ ધામને અતિ પવિત્ર , દિવ્ય પુણ્યશ્ર્લોકી એવા આ તિર્થક્ષેત્ર અને ગૌરવપ્રદ બનાવેલ છે. હિન્દુ ધર્મની શ્રધ્ધાના પ્રતિક સમી આ શ્રી વાળીનાથ સંસ્થા લગભગ સાડા આઠસો વર્ષથી તપ - સત્સંગ, ધ્યાન વડે ધર્મની ધજા લહેરાની ભક્તો અને સંસ્થામાં અનેક મહાન સંતો - ભક્તો તપ - ભક્તિ અને સત્સંગ દ્રારા માનવ સમાજના કલ્યાણકારી એવા યજ્ઞો જેવા શુભ કર્મ કાંડથી પાવન જીવન અમરત્વને પામ્યા છે. એવા મહાન તપસ્વી જ્ઞાની સંત મહાન પુરુષો - મહાત્માઓના પવિત્ર જીવન - વૂતાંત ને ઇતિહાસનું રુપ આલેખી પુસ્તક રુપે તૈયાર કરવામાં આવેલ છે. જે ભક્તોના તેમજ અનુયાયીઓના શ્રધ્ધાબળમાં તેમજ જ્ઞાન - સંસ્કારમાં પુરક અને સહાય ભૂત થશે.
પરમ પૂજ્ય સંતો - મહાત્માઓ - ભક્તો - સેવકો અને સંસ્થાના અનુયાયી વર્ગને સમર્પિત એવો આ ગ્રંથ શ્રી વાળીનાથ ગૌરવ ગાથા (દિવ્ય સંત ચરિત્ર) શ્રી વાળીનાથ ધામની સ્થાપના કરનાર પ્રાતઃસ્મરણીય વંદનીય દિવ્ય તપોનિષ્ઠ પરમ પૂજ્ય સ્વામી શ્રી વિરમગિરિજી મહારાજશ્રી (આદિસ્થાપક) ના જીવન - વ્રુતાંત શુભ પ્રસંગોથી શરુ કરીને વર્તમાન સમયના ગાદીપતિ વિધમાન મહંત શ્રી પરમ પૂજ્ય પ્રાતઃસ્મરર્ણીય ગુરુવર્યશ્રી શ્રી બળદેવગિરિજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય આદર્ણીય સુજ્ઞ મહાપુરુષ કોઠારી સ્વામી શ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીના રચનાત્મક જીવન પ્રસંગો અને સંસ્થાના અર્વાચીન/ વર્તમાનમાં સેવાપ્રવ્રુત સંતો - મહાત્માઓ - ભક્તોના જીવન - પ્રસંગોને આલેખવાના સદ્દ પ્રયત્નો થયા છે. મતિ અનુસાર શક્તિે એવી ભક્તિ અનુરુપ જે કંઇ લખાયુ છે. તે સંતોના ચરિત્ર - રુપી પ્રસાદી ભક્તોને વહેંચવાનો પુરુષાર્થ પૂર્ણ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પુરુષાર્થમાં કોઇપણ ક્ષેત્રે ક્ષતિ જણાય તો ઉદારતાથી ક્ષમા કરી ક્ષતિ નિર્દેશ કરવા આપ સૌ સંતો - ભક્તો - મહાનુભાવોને હાર્દિક નમ્ર પ્રાર્થના - માણસ માત્ર ભૂલને પાત્ર તે ક્ષમાને પાત્ર પણ છે. તે વાતનુ ધ્યાન રાખી આ સંત - ગુણ - ગાથાના આલેખનમાં કોઇ ભૂલ જણાય તો સૂધારીને જરુરથી ભૂલનો નિર્દેશ કરી સાહિત્ય - સેવાને પ્રોત્સાહન આપશો. જે લેખક દ્રારા આ ગાથાની રચના કરવામાં આવી છે. તે લેખક શ્રી દ્રારા પોતાના જ્ઞાન અને ધર્મ અનુસાર અનેક સંતો - મહાત્માઓ - ભક્તો - મહાનુભાવો પ્રેરક એવા દ્રષટાંતો આલેખીને ગાથાને રુચીકર ન્યાય આપવાનો પ્રયત્ન પૂર્વકનો પુરુષાર્થ થયો છે. જે ભક્તો - સંતો - મહત્માઓ - મહાનુભાવો તેમજ અનુયાયી વર્ગ સ્વીકારશે અને ભાવ પૂર્વક શ્રધ્ધાપૂર્વક વાંચન - મનન કરશે, ગાથામાં મંગલચરણ (પ્રભુવંદના) માં પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ શ્રી રચીત શ્રી વાળીનાથ અષ્ટક ભક્તોના મનોરથો પૂર્ણ કરનાર એક ઉતમ ભાવવાહી પ્રાથના છે. તેથી સવાર સાંજ શ્રી વાળીનાથ અષ્ટકનો પાઠ કરવાથી પરમાત્માની ક્રુપા થશે અને ભક્તોના મનોરથો પૂર્ણ થશે ભારતીય દિવ્ય હિન્દુ ધર્મની આદર્શ સંસ્ક્રુતિ અને ધર્માચરણને શિરોમાન્ય રાખી શ્રધ્ધાપૂર્વક શ્રી સંતગાથાનું વાંચન કરવાથી પરંપરાગત ધાર્મિક ઉતમ સંસ્કારોનું જતન થશે એવી શ્રધ્ધાપૂર્વક શુભેચ્છાસહ...
આભાર.... જય વાળીનાથ... jay semoj

Subscribe to:
Posts (Atom)